ગુજરાત
કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે લોક ચાહના ધરાવતા યુવાન નુ મોત થતા ગામ ના ભારે ગમગીની છવાઈ ગઈ છે.કોડીનાર તાલુકાના વડનગર ગામ ના આહીર સમાજ ના એક દેશ દાઝ ભરેલો યુવાન નુ અકાળે અવસાન થતા સમસ્ત આહીર સમાજ અને વડનગર ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ છે .વિવેકભાઈ પંપાણીયા CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને સૈન્યમાં પસંદગી પામ્યા હતા.
વડનગરના આશાસ્પદ યુવાન વિવેકભાઈ પંપાણીયા તા.12/11/2024 નું વહેલી સવારે દોડની પ્રેક્ટીસ કરતી વખતે સવારે 7;30 વાગ્યે હૃદયરોગના હુમલા આવતા તૂરત તેઓ જે સારવાર અર્થે અંબુજા હોસ્પિટલ લઇ જવાયેલ જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.વિવેકભાઈ ના અકાળે અવસાનના સમાચાર આહીર સમાજ અને વડનગર ગામે પહોંચતા ભારે ગમગીની છવાઈ છે.ગામ અને સમાજ ના યુવાનો ના પ્રિય એવા વિવેકભાઈ ના અવસાન થી તેમના મિત્રો પણ હીબકે ચડ્યા હતા.તો તેમના પરિવાર જનો ના કરુણ આક્રંદ થી વાતાવરણ ભારે શોક મય બની ગયું હતું.જાણવા મળતી વિગત પ્રમાણે વિવેકભાઈ ના માતા શાંતિબેન અને પિતા હિંમતભાઈ વિકલાંગ છે.પણ તેમનો પુત્ર CISF મા પસંદગી પામ્યા થી બહુ ખુશ થયા હતા.અને ગામ માં મીઠાઈ પણ વહેચી હતી.પણ અચાનક પુત્ર ના અવસાન થી સાવ ભાંગી પડ્યા છે.અને તેઓએ તેમનો શ્રવણ ગુમાવ્યો હોવાનું જણાવી કરુણ આક્રંદ કરી રહ્યા છે.