Site icon Gujarat Mirror

18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશે

સંસદમાં ખરડો પસાર થયા પછી તોળાતો ભાવવધારો

જો તમે સિગારેટ પીવાના બંધાણી છો, તો હવે તમારે તમારા ખિસ્સા પર મોટો ભાર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવિત કાયદા બાદ સિગારેટની કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો થવાની શક્યતા છે. સરકારી સૂત્રો અનુસાર, જે સિગારેટ અત્યારે ₹18 માં મળે છે, તેની કિંમત ટૂંક સમયમાં વધીને ₹72 સુધી પહોંચી શકે છે.

સંસદમાં Central Excise (Amendment) Bill, 2025, 2025ને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યસભામાંથી પાસ થઈને આ બિલ લોકસભામાં પરત આવ્યું છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આ બિલમાં સિગારેટ સહિતના તમામ તમાકુ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી અને સેસમાં ભારે વધારો કરવાની જોગવાઈ છે.

જૂના કાયદા (1944) મુજબ સિગારેટ પર ડ્યુટી ₹200 થી ₹735 (પ્રતિ 1000 સ્ટિક) હતી. નવા સુધારામાં તેને વધારીને ₹2,700 થી ₹11,000 કરવાનું પ્રસ્તાવિત છે. આ જ કારણ છે કે છૂટક કિંમતોમાં ચાર ગણો વધારો જોવા મળી શકે છે.

માત્ર સિગારેટ જ નહીં, આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થશે. દાખલા તરીકે ચાવવાની તમાકુ પરનો ટેકસ 25 ટકાથી વધારી 100 ટકા, હુક્કા તમાકુનો રેટ 25 ટકાથી વધારી 40 ટકા, પાઇપ સ્મોકિંગ મિશ્રણનો ટેકસ 60થી વધારી 325 ટકા કરાયો છે.

આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે: રેડિટ યુઝરે કહ્યું કે, હું પોતે સ્મોકર છું, પણ આ નિર્ણયને આવકારું છું. કદાચ આ બહાને હું અને દેશના યુવાનો સિગારેટ છોડી શકે. અન્ય એક યુઝરે લખ્યું કેસ મને શું ફરક પડે? હું તો દિલ્હીની હવામાં શ્વાસ લઉં છું, જે મફતમાં સિગારેટ જેવી જ અસર આપે છે!

Exit mobile version