ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખી

ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…

ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ માફીયાનો ખનીજચોરીનો કારસો નિષ્ફળ બનાવી દીધો હતો.

ચોટીલા ડેપ્યુટી કલેકટરે મુળી,થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં ખનીજચોરી ઉપર સતત તવાઇ બોલાવી સદંતર નિષ્ફળ બનાવી દીધી છે.એમ છતાય ખનીજચોરી પ્રભાવીત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવા ત્રણ ટીમો પણ બનાવી છે અને મોડી રાત્રે શંકાસ્પદ વિસ્તારમાં ડેપ્યુટી કલેકટર જાતે પણ ચેકીંગ કરે છે.ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં એક સર્વે નંબરમાં કુવામાંથી ખનીજચોરી કરવા માટે અંદરનું પાણી ઉલેચવા માટે વીજ ટ્રાન્સફોર્મરથી કેબલ અને પાણી કુવામાં નાખેલી પાઇપ ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાને જોવા મળ્યા હતા. તુરંત જ સાધન વડે ડેપ્યુટી કલેકટરે જાતે જ કેબલ અને પાઇપો કાપી નાખી કુવામાં ફેકીં દીધી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી.મકવાણાએ વધુમાં જણાવેલ કે ખનીજચોરી સદંતર બંધ કરાવી દીધી છે અને ફરીથી શરૂૂ ના થાય એ માટે રાત્રે પણ પેટ્રોલીંગ કરીએ છીએ ત્યારે ખનીજચોરી પહેલા કુવામાંથી પાણી કાઢવાનો કારસો પણ નિષ્ફળ બનાવી દીધો છે આમ સતત ચેકીંગ ચાલુ રાખીશું.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કોલસા ખનન સામે જિલ્લા તંત્રની શૂન્ય સહનશીલતાની નીતિ યથાવત રહેશે. ગેરકાયદેસર ખનન, પરિવહન અથવા તે માટેની કોઈપણ પ્રકારની તૈયારી અંગે માહિતી મળતા જ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં સતત રાત્રિ પેટ્રોલિંગ અને મોનીટરીંગ ચાલુ રાખવામાં આવશે. અગાઉ, ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી અને થાનગઢ તાલુકાના રાણીપાટ, ભેટ, જામવાળી, વેલાળા, નળખંભા, અસુંદરાળી, ખમપાળીયા, ઉમરાડા, ભાડુલો, થાન, ગુગલિયાણા, શેખરડી, ખારાવાળી, ખાખરાથલ સહિતના વિસ્તારોમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવ્યા હતા.