ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ

  ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…

 

ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો કેદ થતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વેકેશનના કારણે બંધ પડેલી મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં 27 મે ના સાંજ ના 3.55 ના સમય દરમિયાન કેટલાક બાળકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.શાળા શરૂૂ થતાં વર્ગખંડોમાં સામગ્રી વેરવિખેર અને નુકસાન જોવા મળતાં પ્રથમ દ્રષ્ટિએ ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે, શાળા પરિસરમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. ફૂટેજમાં નાની વયના બાળકો શાળાની દીવાલ કૂદીને અંદર પ્રવેશતા અને શાળાની સામગ્રીને નુકસાન પહોંચાડતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

CCTV ફૂટેજની તપાસ બાદ જાણવા મળ્યું કે નુકસાન પહોંચાડનારા બાળકો એ જ ગ્રાઉન્ડ પર આવેલી મોટા ડેસર કુમાર શાળાના વિદ્યાર્થીઓ હતા. બાળકો સગીર વયના હોવાથી તેમની સામે કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને શૈક્ષણિક વર્તુળોમાં તર્કવિતર્ક વહેતા થયા છે.

આ સમગ્ર મામલે ઊના તાલુકા શિક્ષણાધિકારી હસમુખભાઈ વાઢેર નો સંપર્ક કરતાં તેઓએ ઘટનાને સમર્થન આપ્યું હતું. તાલુકા શિક્ષણાધિકારી વાઢેરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે આ ચોરીનો બનાવ નથી, પરંતુ બાળકો દ્વારા કરવામાં આવેલી તોફાની પ્રવૃત્તિ છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નુકસાન કરનારા બાળકો પણ આ જ સંકુલમાં આવેલી કુમાર શાળાના વિદ્યાર્થીઓ છે. બાળકો સગીર હોવાથી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવા આચાર્ય દ્વારા પોલીસ મા અરજી આપતા સ્કુલ માંથી બે સીસીટીવી કેમેરા ચોરી થયા હોય પોલીસે તપાસ દરમિયાન એક સીસીટીવી કેમેરો કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.