રાષ્ટ્રીય
વિદેશ જઇ વસેલા લોકોના બાળકો ભારતીય નાગરિકતા નહીં મેળવી શકે
ભારતીય નાગરિકતા સંબંધિત જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા મેળવે છે ત્યારે સિટિઝનશિપ એક્ટની કલમ 9 હેઠળ તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં તેની નાગરિકતાની સમાપ્તિને સ્વૈચ્છિક ન ગણી શકાય.
રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વ્યક્તિઓના બાળકો સિટિઝનશિપ એક્ટની કલમ 8(2) હેઠળ ફરીથી ભારતની નાગરિકતાની માંગ કરી શકે છે. સિટિઝનશિપ એક્ટની કલમ 8(2) અનુસાર પોતાની ઇચ્છાથી ભારતીય નાગરિકતા છોડનારાઓના બાળકો મોટા થઈને એક વર્ષની અંદર ભારતીય નાગરિકતા મેળવી શકે છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી નાગરિકતા મેળવનારા લોકોના બાળકો માટે આ વિકલ્પ ઉપલબ્ધ નથી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણ લાગુ થયા પછી ભારતની બહાર જન્મેલી વ્યક્તિ બંધારણના અનુચ્છેદ 8 હેઠળ એ આધારે નાગરિકતાની માંગ નહીં કરી શકે કે તેમના પૂર્વજો (દાદા દાદી) અવિભાજિત ભારતમાં જન્મ્યા હતા. જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી છે.
મદ્રાસ હાઈ કોર્ટે સિંગાપોરના એક નાગરિકને સિટિઝનશિપ એક્ટની કલમ 8(2) હેઠળ ભારતની નાગરિકતા આપવાની મંજૂરી આપી હતી. વાસ્તવમાં તેના માતા પિતા સિંગાપોરની નાગરિકતા મેળવતા પહેલા મૂળ રૂૂપે ભારતીય નાગરિકો હતા, તેથી અરજદારે અનુચ્છેદ 8 હેઠળ ભારતીય નાગરિકતાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે માન્યું કે અરજદાર નાગરિકતા અધિનિયમની કલમ 8(2) હેઠળ ભારતીય નાગરિકતા ફરીથી મેળવવાનો હકદાર ન હતો. કોર્ટ અનુસાર અરજદાર બંધારણની કલમ 5(1)(બી) અથવા અનુચ્છેદ 8 હેઠળ નાગરિકતા માટે પાત્ર હતો.
વધુમાં, કોર્ટે ધ્યાન દોર્યું હતું કે બંધારણ અમલમાં આવ્યા પછી ભારતની બહાર જન્મેલી વ્યક્તિ કલમ 8 હેઠળ નાગરિકતા મેળવી શકે નહીં કારણ કે તેના દાદા-દાદીનો જન્મ અવિભાજિત ભારતમાં થયો હતો. કોર્ટે કહ્યું કે આવા અર્થઘટન નસ્ત્રવાહિયાત પરિણામોસ્ત્રસ્ત્ર તરફ દોરી શકે છે કારણ કે સ્વતંત્રતા પછી જન્મેલા વિદેશી નાગરિકો દાવો કરી શકે છે કે તેમના દાદા-દાદીનો જન્મ અવિભાજિત ભારતમાં થયો હતો.