ગુજરાત
ખંભાળિયાના કેશોદ ગામે બાળકનું બીમારીથી મોત
નવ વર્ષના બાળકને ગળાના ભાગે દુ:ખાવો થતા હોસ્પિટલોમાં દમ તોડયો
મધ્ય પ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના પીટોલ તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે એક આસામીની વાડી ખાતે રહેતા પારુભાઈ નારશિંગભાઈ ગુડિયા નામના 30 વર્ષના યુવાનના 9 વર્ષના પુત્ર અર્જુનને કોઈ કારણોસર એકાએક ગળાના ભાગે દુખાવો થતાં તેને સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતક અર્જુનના પિતાએ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરાવી છે.