ગુજરાત

અમદાવાદમાં રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવી દેશની એકતા-અખંડિતતાનાં શપથ લેવડાવતા મુખ્યમંત્રી

Published

on

વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર દેશમાં સરદાર સાહેબની જન્મજયંતી ઉજવવા હાકલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.ભુપેન્દ્ર પટેલે કહ્યું કે લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.

આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂૂ કરવામા આવી હતી. દોડ કુલ 3.0 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 2500થી વધુ લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version