ગુજરાત
અક્ષરધામમાં મહંત સ્વામીના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અક્ષરધામ મંદિર-ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરૂૂ પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અક્ષરધામ પરિસરમાં નવા વર્ષ નિમિત્તે દર્શન, નીલકંઠ વર્ણી અભિષેક કરી હજારો દિવડાઓ અને ગ્લો ગાર્ડનથી સુશોભિત અક્ષરધામ નિહાળી પ્રસન્નતા અનુભવી હતી તેમજ અક્ષરધામ પરિસરમાં નવનિર્મિત નીલકંઠ વાટિકાની મુલાકાત લઇ ત્યાં કિશોર યોગી નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિના દર્શન કરી અભિભૂત થયા અને પોતાની અનુભૂતિ મુખ્યમંત્રીએ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અક્ષરધામ હરિમંદિર પાછળ ઉભા કરાયેલ વિશાળ સભામંડપમાં હજારો ભકતો સમક્ષ વર્ણવી હતી.