ગુજરાત
ફૂડ વિભાગનું ત્રણ પેઢીમાં ચેકિંગ:338 કિલો વાસી મીઠાઇનો નાશ
માવો, લાડુ, ચાસણી, જાંબુ, તેલ સહિતનો રૂા.76400નો જથ્થો જપ્ત કરી સેમ્પલ લેવાયા
જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા આજે શહેરમાં મીઠાઈ નાં ધંધાર્થીઓ ને ત્યાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.અને રૂૂ. પોણો લાખ ની કિંમત નાં 338 કિલો મીઠાઈ – માવા નો નાશ કરવા આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ તાં. 19/10/2024 થી 25/10/2024 સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેર માં વહેચાતા ખાદ્ય પદાર્થ ની ડ્રાઈવ રૂૂપે ડે ટુ ડે એફ.એસ.ઓ ની ટીમ દ્વારા અલગ અલગ ખાદ્ય પદાર્થો વેચાણ /સંગ્રહ/ઉત્પાદન કરતા વેપારીઓ ને ત્યાં તપાસણી તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં આજ રોજ શહેર ના અલગ અલગ વિસ્તારો મા ખાદ્ય સામગ્રી (મીઠાઈ) વાળા ઓ ને ત્યાં તપાસ કરી વાસી/અખાદ્ય/મિસબ્રાન્ડેડ ખાધ પદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો. તથા આ કામગીરી દિવાળી તહેવાર ને અનુસંધાને અવિરત ચાલુ રાખવામાં આવનાર છે.તેમ જણાવાયું છે.
તા.22/10/2024 ના ફુડ વિભાગ ની ટીમ દ્વારા દીગજામ સર્કલ માં આવેલ બાલાજી સ્વીટ ના ગોડાઉન માં રૂૂબરૂૂ ઇન્સ્પેકશન કરતા આશરે 70 કિલો મોતીચૂર ના લાડુ ( કીમત 14000 ) ના અનહાઇજેનિક કંડીશન જણાતા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા તપેલા માં ખાલી કરાવી તેમાં પાણી નાખી નાશ કરાવેલ છે.ખોડીયાર કોલોની હિમાલય સોસાયટી -1 માં ક્રિષ્ના ગુલાબજાંબુ નામની પેઢી માં રૂૂબરૂૂ ઇન્સ્પેકશન કરતા ગુલાબજાંબુ ના પેકિંગ લેબલ વગર સપ્લાય કરવામાં આવતા હોવા નું જણાતા જે ફુડ સેફ્ટી ની જોગવાઈ નું પાલન થતું ન હોય તેમજ તેલ પણ 25 ઉપર થવા છતા ઉપયોગ કરતા હોય તેવું જણાયેલ અને ચાસણી પણ અનહાઇજેનિક કંડીશન મા ખુલ્લી જણાતા રૂૂ.5400 ની કીમત નાં 45 કિલો જાંબુ , રૂૂ.4200 ની કીમત નું 30 કિલો તેલ , રૂૂ.3000 ની કિંમત ની 50 કિલો ચાસણી નો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવા મા આવ્યો હતી.
કાર્યવાહી કરેલ . રામનગર નો ઢળિયો બેડેશ્વર માં આવેલ રિષભ ગૃહ ઉધોગ ના ગોડાઉન માં રૂૂબરૂૂ ઇન્સ્પેકશન દરમિયાન વાસી ખાદ્ય પદાર્થ તથા શંકાસ્પદ માવો જોવા મળતા રૂૂ.2800 ની કિંમત નાં 8 કિલો લાડુ, રૂૂ.7000 ની કીમત નો 35 કિલો મેસુબ , રૂૂ.40,000 ની કીમત નો 100 કિલો વાસી માવો નાં જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂૂ 76 400 ની કીમત નાં 338 કિલો વાસી અખાદ્ય મીઠાઈ માવા નો નાશ કરાયો હતો.