રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓ નિયમિત કરવા ચેમ્બરની માંગ

ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે નડતરરૂૂપ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્યની લીડીંગ રીજીઓનલ ચેમ્બરો સાથે ગત તા.30-07-2026 ના રોજ ગાંધીનગર ખાતે…

ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે નડતરરૂૂપ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્યની લીડીંગ રીજીઓનલ ચેમ્બરો સાથે ગત તા.30-07-2026 ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના માજીદીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખથ વી.પી. વૈષ્ણવ, ખજાનચીની વિનોદભાઈ કાછડીયા, વ્યવસ્થાપક સમિતિના સભ્યી કુમનલાલ વારસાણી ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ચેમ્બરનાં પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં ઘણી બધી MSMEઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSME ની વ્યાખ્યા પણ બદલાઈ ગયેલ હોય ઉદ્યોગકારોને GIDC માં 3000 ચો.મી.ને બદલે 6000 ચો.મી. જમીન 50%ના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને MSMEસેકરટને બુસ્ટ મળશે. ટઅઝ ઘણાં સમયથી બંધ થયેલ હોય અને ૠજઝ નું અમલીકરણ થઈ ગયું હોવાથી ભૂતકાળના જુના ટઅઝ તથા સેલ્સટેક્ષના પેન્ડીંગ કેસો અને વિવાદોના કાયમી નિકાલ માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (ઘઝજ) તાત્કાલીક અસરથી લાગુ કરવી.
રાજય સરકાર દ્વારા જેમ સુચિત મકાનો-પ્લોટો રેગ્યુલાઝ કરવામાં આવી રહયા છે ત્યારે સમગ્ર રાજયમાં જે ઈન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓ કાર્યરત છે તેને સરકારાના ધારાધોરણ મુજબ ફી લઈ રેગ્યુલાઈઝ કરી આપવામાં આવે. તો આવા એકમોને બેંકો લોન આપે જેથી કરી તેઓ બજારમાં ટકી રહે અને ઔદ્યોગીક એકમોનો વધુ વિકાસ થાય સાથે સરકાર નીને રેવન્યુની આવક પણ થાય.

રાજકોટ ખાતે ઇનલેન્ડ ક્ધટેઈનર ડેપો (ઈંઈઉ) ની તાતી જરૂૂરિયાત હોય તેમજ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે ઈંઈઉ ની મંજુરી પ્રક્રિયા ઝડપી બનાવી યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી નિકાસકરોને સરળતા રહે.
સરકાર દ્વારા રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર મંજુર કરેલ છે. તો તે માટેની વહીવટી પ્રક્રિયા ઝડપથી શરુ કરવામાં આવે. આ માટે રાજકોટ ચેમ્બર તમામ જવાબદારી લેવા માટે તૈયાર છે.

તાજેતરમાં સરકાર દ્વારા ઉદ્યોગોને વધુ વિકસતી બનાવવાના શુભ આશય સાથે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2026 જાહેર કરવામાં આવેલ છે. જેમાં MSME ત ને કેટેગરી અ અને કેટેગરી ઇ મુજબ વિભાજન કરી, કેપીટલ સબસીડી અને ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર થશે. તેથી કેટેગરી એ અને કેટેગરી બી માં સમાવિષ્ટ થતા અલગ અલગ તાલુકાઓનું તાત્કાલીક સ્પષ્ટીકરણ કરવું ખુબ જ જરૂૂરી છે. સાથો સાથ તાલુકાઓની કેટેગરી નક્કી કરતી વખતે પડધરી તાલુકાને કેટેગરી-અ માં સમાવેશ કરવો. જેથી આ તાલુકાનો ઝડપી વિકાસ થઇ શકે. .)

સમગ્ર દેશમાં, વન નેશન વન ટેક્ષના નિર્ણયના ભાગરૂૂપે વર્ષ 2017 માં ૠજઝ નું અમલીકરણ થયેલ છે. ત્યારે દેશના અન્ય ઘણાં રાજયોમાં પ્રોફેશનલ ટેક્ષ વસુલવામાં આવતો નથી. તેથી સમગ્ર ગુજરાત રાજયમાંથી પ્રોફેશનલ ટેક્ષ સંપુર્ણ પણે નાબુદ કરવો.

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એકઝીબીશનોમાં ભાગ લેતા MSMEને ખઉઅ સ્કીમ અંતર્ગત 5 લાખની સબસીડીની મર્યાદા 30 લાખ સુધી વધારવી. તેમજ તમામ પ્રકારના થતા ખર્ચ ઉપર પણ સહાય મળવાપાત્ર થવી જોઈએ.

રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહ્યું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના 25 ટકા દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે.

ઉપરોક્ત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સકારાત્મક અભિગમ દાખવી ટૂંકાગાળામાં આ નિર્ણયો ઉપર પુરતું ધ્યાન આપી અને વેપાર-ઉદ્યોગોને વધુ વિકસિત બનાવી શકાય તે માટે સૌ સાથે પરામર્શ કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.