અમરેલી
સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા કૃષિ પેકેજના વિરોધમાં ચક્કાજામ
સહાયમાંથી વંચિત રખાતા સરકાર સામે પ્રદર્શન
ગુજરાત સરકાર દ્વારા તાજેતર ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદ થી ખેડૂતો નાં પાકોને થયેલ નુકશાની સામે 1420 કરોડ રૂૂપિયા નું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં અમરેલી જીલ્લા ને આ સહાય માંથી વંચિત રાખવા આવેલ છે . અમરેલી જીલ્લા નાં ખેડૂતો ને થયેલ અન્યાય સામે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે સુત્રોચાર અને રોડ ને ચક્કાજામ કરી વિરોધ દર્શાવાવમાં આવેલ હતો જેમાં .અમરેલી જીલ્લા ને અવાર નવાર અન્યાય શા માટે? ગત વર્ષે પણ અમરેલી જીલ્લા માં કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકશાની સામે સર્વે થયેલ નાં હતા અને ખરેખર ખેડૂતો ને અન્યાય થવા પામેલ હતો, અમરેલી જીલ્લા ને જે નુકશાની વળતર ની સહાય માંથી વંચિત રાખવામાં આવેલ છે .
જેથી અમરેલી જીલ્લા ને વિશિષ્ટ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને અમરેલી જિલ્લાના ખેડૂતો ને થયેલ પાક નુક્શાનું નું વળતર ચુકવવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ સર્વે ની ટીમ બનાવીને અમરેલી જીલ્લા નો સર્વે કરવામાં આવે અને તેમનો અહેવાલ તૈયાર કરી તેમાં ખેડૂતો ને થયેલ ખરેખર નુકશાની દર્શાવીને સત્વરે સહાય ચૂકવવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો નાં પાક નુકશાન સામે તેમના દેવા માફ કરવામાં આવે તે માટે સાવરકુંડલા ના ખેડૂતો પણ જોડાયા હતા આમ ખેડૂતો ને થયેલ અન્યાય નો ભોગ બની રહ્યા છે ત્યારે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો દ્વારા સરકાર ને રજૂઆત સાથે વિરોધપ્રદર્શન કરવામાં આવેલ હતા