હોળી, ગુડફ્રાઇડે અને દિવાળીના તહેવારોમાં સળંગ રજાઓ- 15 જેટલા વિકેન્ડનો લાભ મળશે
કેન્દ્ર સરકારે નવા વર્ષ 2026 માટે સરકારી રજાઓનું સત્તાવાર લિસ્ટ જાહેર કરી દીધું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલા આ કેલેન્ડરમાં સરકારી કર્મચારીઓ અને પ્રવાસના શોખીનો માટે ખુશીના સમાચાર છે, કારણ કે 2026 ના વર્ષમાં અનેક તહેવારો શુક્રવાર અથવા સોમવારની આસપાસ આવતા હોવાથી ‘લોન્ગ વીકેન્ડ’ નો લાભ મળશે.
આ પરિપત્ર મુજબ રજાઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે: ‘ગેઝેટેડ રજાઓ’ (જે કેન્દ્ર સરકારની કચેરીઓ અને બેંકો માટે ફરજિયાત છે) અને ‘રિસ્ટ્રિક્ટેડ રજાઓ’ (જેમાંથી કર્મચારી પોતાની પસંદગી મુજબ રજા પસંદ કરી શકે છે). સરકારી કેલેન્ડર મુજબ વર્ષ 2026 ની શરૂૂઆત પ્રજાસત્તાક દિવસની રજાથી થશે. સમગ્ર વર્ષ દરમિયાન આવતી મહત્વની ફરજિયાત રજાઓ નીચે મુજબ છે:
જાન્યુઆરી: 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રજા રહેશે. માર્ચ: તહેવારોથી ભરેલા માર્ચ મહિનામાં 4 માર્ચે હોળી (ધૂળેટી), 21 માર્ચે રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર), 26 માર્ચે રામ નવમી અને 31 માર્ચે મહાવીર જયંતીની રજા જાહેર કરાઈ છે. એપ્રિલ: 3 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા રહેશે. મે: 1 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા અને 27 મેના રોજ બકરી ઈદ (ઈદ-ઉલ-ઝુહા) ની રજા રહેશે. જૂન: 26 જૂનના રોજ મહોરમની રજા રહેશે. ઓગસ્ટ: 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદ (મિલાદ-ઉન-નબી) અને જન્માષ્ટમીનો તહેવાર 4 સપ્ટેમ્બરે રહેશે. ઓક્ટોબર: 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને 20 ઓક્ટોબરે દશેરા (વિજયાદશમી) ની રજા રહેશે. નવેમ્બર: પ્રકાશ પર્વ દિવાળી 8 નવેમ્બરે છે, જ્યારે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતીની રજા રહેશે.
કર્મચારીઓ પોતાની ધાર્મિક કે સામાજિક જરૂૂરિયાત મુજબ જે રજાઓ લઈ શકે છે, તેમાં કેટલીક મહત્વની તારીખો નીચે મુજબ છે: વર્ષની શરૂૂઆતમાં: 1 જાન્યુઆરીએ અંગ્રેજી નવા વર્ષની અને 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ/પોંગલની રજા વૈકલ્પિક રહેશે. મહત્વના હિન્દુ તહેવારો: 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી, 3 માર્ચે હોલિકા દહન, 19 માર્ચે ગુડી પડવો, 16 જુલાઈના રોજ રથયાત્રા, 28 ઓગસ્ટે રક્ષાબંધન અને 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજાનો લાભ લઈ શકાશે.
અન્ય ધર્મોના તહેવારો: 15 એપ્રિલે અસમનું બિહુ, 15 ઓગસ્ટે પારસી નવું વર્ષ (પતેતી) અને 24 નવેમ્બરે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસનો સમાવેશ થાય છે.સરકારના આ જાહેરનામા બાદ પ્રવાસ આયોજકોમાં પણ આનંદની લાગણી છે, કારણ કે 2026 માં હોળી, ગુડ ફ્રાઈડે અને દિવાળી જેવા તહેવારોમાં સળંગ રજાઓ મળતી હોવાથી પર્યટન ઉદ્યોગને વેગ મળવાની શક્યતા છે.
શ્રાવણ અને ભાદરવા માસના તહેવારોની વાત કરીએ તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા છે. આ જ દિવસે પારસી નવું વર્ષ પણ છે. ત્યારબાદ 26 ઓગસ્ટે ઈદ-એ-મિલાદની રજા રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રજા રહેશે, જ્યારે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં રાખવામાં આવી છે. વર્ષના અંતિમ તબક્કામાં ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને 20 ઓક્ટોબરે દશેરાની રજા રહેશે. નવેમ્બર મહિનામાં 8 નવેમ્બરે પ્રકાશ પર્વ દિવાળીની રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતીની રજા રહેશે. ડિસેમ્બર મહિનામાં 25 ડિસેમ્બરે નાતાલની રજા સાથે વર્ષ પૂર્ણ થશે.

