ભારતની એક અગ્રણી ટાયર ઉત્પાદક કંપની CEAT એ CleanMax એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (CleanMax ) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતમાં CEAT ની હાલોલ સુવિધા તથા તમિલનાડુમાં કાંચીપુરમ સુવિધાને ગ્રુપ કેપ્ટીવ મોડલ અંતર્ગત 59 ખઠ હાઈબ્રિડ વિન્ડ-સોલર પ્રોજેક્ટથી રિન્યુએબલ પાવર પ્રાપ્ત થશે. બ્રુકફિલ્ડ સમર્થિત કંપની CleanMax વર્તમાન સમયમાં ભારતમાં કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પ્રોવાઇડર છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત હાઈબ્રિડ સ્ટ્રક્ચરથી હવા અને સોલરના કોમ્પ્લિમેન્ટરી જનરેશન પ્રોફાઇલને લાભ મળશે, જેથી સતત એનર્જી આઉટપુટ અને વધારે પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF) પ્રાપ્ત થશે. આ સાથે ગ્રિડ સ્ટેબિલિટી પણ વધશે, જે એનર્જીના વધારે વપરાશવાળા મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ માટે ખૂબ જરૂૂરી છે.
એકંદરે આ પ્રોજેક્ટ્સથી વાર્ષિક આશરે 13.58 કરોડ યુનિટ ક્લીન વીજળી બનવાની આશા છે. આ વીજળી ઉત્પાદનથી દર વર્ષે આશરે 1,00,000 ટન ઈઘરૂ ઉત્સર્જન ઓછું થવાનો અંદાજ છે, જે દર વર્ષે આશરે 45 લાખ ઝાડ લગાવવાની સમકક્ષ છે. આ પ્રોજેક્ટથી CEAT માં ક્લીન વીજળીનો ઉપયોગ વધીને આશરે 60 ટકા થઈ જશે. આ પાર્ટનરશિપ અંગે ટિપ્પણી કરતાં CEATના પ્રોક્યોરમેન્ટ બાબતના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રૂૂપેશ આર. એ જણાવ્યું હતું કે આ લાંબા ગાળાની ભાગીદારી CEAT ને ગુજરાત તથા તમિલનાડુમાં તેની રિન્યુએબલ એનર્જી ફુટપ્રિન્ટને મજબૂત કરવામાં મદદ કરશે. સસ્ટેનેબિલિટી CEAT ની લાંબા ગાળાની યોજના માટે એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને કંપની જવાબદારીપૂર્વક બિઝનેસ આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
