CCI દ્વારા કપાસની ખરીદી બંધ, ખેડૂતોમાં દેકારો

  દસ દિવસથી ખરીદીમાં ટેક્નિકલ વિક્ષેપ, લાલિયાવાડી ખુલ્લી પડી ભારે ચોમાસાને લીધે ખરીફ પાકમાં નુકશાની બાદ કપાસના પાકને લઈને ખેડૂતોમાં ઘણી આશાઓ હતી. સરકારે ટેકાના…

 

દસ દિવસથી ખરીદીમાં ટેક્નિકલ વિક્ષેપ, લાલિયાવાડી ખુલ્લી પડી

ભારે ચોમાસાને લીધે ખરીફ પાકમાં નુકશાની બાદ કપાસના પાકને લઈને ખેડૂતોમાં ઘણી આશાઓ હતી. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ટેકાના ભાવ હવે ખેડૂતોને ખાટી દ્રાક્ષ જેવા લાગી રહ્યા છે. કેમકે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદીની જેમ જ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદીમાં ધરમ ધક્કા અને રગડ ધગડ કામગીરીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા દશેક દિવસથી વારંવાર કપાસની ટેકાના ભાવની ખરીદી ખોરવાઈ ગઈ છે. અને તંત્ર દ્વારા અમુક સેન્ટરમાં ખરીદી જ બંધ કરી દેવાઈ છે. તંત્ર ટેકનિકલ એરરનું બહાનું આપી રહ્યું છે જ્યારે ખેડૂતોમાં આ રોજનું થયું તેવું અનુભવાઈ રહ્યુ છે.

સરકાર દ્વારા આ વખતે રૂૂ..પ્રતિ મણના ભાવે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ ખરીદવા માટેની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતથી કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળસે તેવી લાગણી હતી પરંતુ કોટન કોર્પોરેશન દ્વારા થતી ખરીદીમાં વારંવાર આવતા વિક્ષેપોથી ખરીદીની કામગીરી અટકી પડી છે. હવે ગઈકાલે તંત્ર દ્વારા સમાચાર પત્રો માં જાહેરખબર દ્વારા અપીલ કરી દેવાઈ છે કે કોઈ ખેડૂતે મુશ્કેલીમાં કપાસ વેચવો નહીં. સોફ્ટવેર ચાલુ થતા જે અમે ફરી ખરીદ ચાલુ કરી દઈશું.

ખેડૂતો માટે હાલ કપાસ ફરજિયાત પણે ખુલા બજારમાં ઓછા ભાવે પણ વેચવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે જ રોષની લાગણી ફેલાઈ છે કેમ કે હમણાં જે રાજ્યભરમાં મગફળીની ખરીદીમાં બાબુઓની લાલિયા વાડીના આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડણીએ કર્યા હતા પરંતુ સરકાર તરફથી કોઈ દરકારના લેવાતા હવે કપાસની ખરીદીમાં પણ ખેડૂતો અધિકારી ભરોશે મુકાયા છે. અને પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી સોફ્ટવેર સરખું થાય અમે વેચવામાં અમારો વારો આવે.

 

હમણાં સોફ્ટવેરમાં લોચા છે. અમે કપાસ ખરીદી લઈશું: CCIનો સરકારી જવાબ
કપાસની ટેકાના ભાવે ખરીદીની અગત્યની જવાબદારી છે એવા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમાચાર પત્રો ના માધ્યમથી ગઈકાલે જ જાહેરાત કરીને સરકારી જવાબ આપી દેવાયો છે કે સીસીઆઇની આઇટી એપ્લિકેશન હોસ્ટ થયેલ તૃતીય પક્ષના ડેટા સેન્ટરમાં મોટા નેટવર્ક આઉટેજને કારણે (સોફ્ટવેરમાં લોચા લાપસી!) 9 ફેબ્રુઆરીથી એમએસપી હેઠળ ખરીદીની કામગીરીમાં વિક્ષેપ પડેલ છે. સિસ્ટમ પુન: પ્રસ્થાપિત થતા જ ખરીદી શરૂૂ કરશે. આ સાથે જ ચીફ જનરલ મેનેજર માર્કેટીંગે ખાતરી આપી છે કે કપાસના છેલા આગમન સુધી ખરીદી કરીશું. પરંતુ ખરીદી ફરી ક્યારે ચાલુ થશે એની કોઈ પાક્કી તારીખ આપી નથી.