સાવધાન! કલાકો સુધી રીલ્સ જોવાની આદતથી એકટ્રેસને 3 લાખમાં ગળાની સર્જરી કરાવવી પડી

મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી અને ખોટી પોશ્ચરમાં ઉપયોગ કરવાથી શરીર પર ગંભીર અસર થઈ શકે છે. અભિનેત્રી શકીલા (Actress Shakeela )એ પોતાના તાજેતરના અનુભવ…

મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી અને ખોટી પોશ્ચરમાં ઉપયોગ કરવાથી શરીર પર ગંભીર અસર થઈ શકે છે. અભિનેત્રી શકીલા (Actress Shakeela )એ પોતાના તાજેતરના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું છે કે લાંબા સમય સુધી બેડ પર સૂઈને ફોનમાં ગેમ રમવાની અને રીલ્સ જોવાની આદતને કારણે તેમને ગળાની ગંભીર સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેમને મોટી સર્જરી કરાવવી પડી, જેમાં અંદાજે ₹3 લાખનો ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું છે. સર્જરી બાદ અભિનેત્રી શકીલાને નેક કોલર પહેરવાની સલાહ આપવામાં આવી છે.

હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના વીડિયો દ્વારા ચાહકો સાથે આ અનુભવ શેર કર્યો હતો.
શકીલાના જણાવ્યા અનુસાર, તેઓ બેડ પર પડખા ફેરવીને કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમ્યા કરતી હતી. એક સમયે સતત લગભગ ચાર કલાક સુધી ફોનમાં ગેમ રમતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, વચ્ચે માત્ર ચા કે કોફી પીવા માટે ઊભા થતાં અને ત્યારબાદ ફરી બેડ પર આવીને ગેમ રમવાનું શરૂૂ કરી દેતાં. ગેમિંગ બાદ તેઓ લાંબા સમય સુધી ઢજ્ઞીઝીબય અને ઈંક્ષતફિંલફિળ પર રીલ્સ પણ જોતી હતી.

પોતાના અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રીએ લોકોને મોબાઈલનો બિનજરૂૂરી ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકોને મોબાઈલ અને અન્ય ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ ન કરાવવા માટે તેમણે માતા-પિતાને અપીલ કરી છે. તેમણે લોકોને જરૂૂરી કામ માટે જ ફોનનો ઉપયોગ કરવાની અને લાંબા સમય સુધી વીડિયો, ગેમ તથા રીલ્સ જોવાથી બચવાની સલાહ આપી છે.