Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રા હાઈવે પરથી 5.32 લાખના દારૂ ભરેલી કાર ઝડપાઈ, ત્રણ શખ્સો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 5.32 લાખ રૂૂપિયાની કિંમતની 2448 વિદેશી દારૂૂની બોટલો જપ્ત કરી છે. જોકે, કારમાં સવાર ત્રણ શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.

LCB સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે તેમને માલવણ તરફથી આવતી એક કારમાં વિદેશી દારૂૂ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે LCB ના અસલમખાન મલેક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા હાઇવે પર કલ્પના ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન GJ 09 ઇક 9024 નંબરવાળી શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પૂરઝડપે કાર ભગાવી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. LCB સ્ટાફે પીછો કરીને કુડા ચોકડી નજીક કારને આંતરી લીધી હતી.

કારને આંતરતા જ તેમાં સવાર ત્રણ શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા અંદરથી 2448 નંગ વિદેશી દારૂૂની નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત 5,32,128 રૂૂપિયા છે. આ ઉપરાંત 4,00,000 રૂૂપિયાની કિંમતની કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ 9,32,128 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આ મામલે નાસી છૂટેલા રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો, કાર માલિક અને વિદેશી દારૂૂ મોકલનાર શખ્સ સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version