’ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ અને ’ડ્રગ્સ ફ્રી ગુજરાત’ અભિયાન અંતર્ગત ’નો ડ્રગ્સ ઇન ભાવનગર, ડ્રગ્સ ફ્રી ભાવનગર’ સૂત્ર સાથે ભાવનગર પોલીસે નાર્કોટિક્સ સામે લાલ આંખ કરી સઘન ઝુંબેશ તેજ બનાવી છે. ભાવનગર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને રૂૂ.50 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સીધી રાહબરી હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશમાં બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કળમોદર ગામે કપાસના પાક વચ્ચે છૂપી રીતે વાવેતર કરાયેલા ગાંજાના 161 છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 100.21 કિલો અને કિંમત રૂૂ.50 લાખ 10 હજાર આંકવામાં આવી છે, જે મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કાર્યવાહી દરમિયાન 93 ગ્રામ સૂકો ગાંજો (કિંમત રૂૂ.4,650) જપ્ત કરીને એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
’વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા અને યુવાનોમાં માદક પદાર્થોના દુરુપયોગને રોકવા માટે સરકાર દ્વારા ’નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ શરૂૂ કરાયું છે. તેના ભાગરૂૂપે ભાવનગર પોલીસે વિઝીબલ એડિક્શન ઉપરાંત ગછડ્ઢ ડ્રગ્સ (કફ સિરપ જેવી દવાઓનો નશા તરીકે દુરુપયોગ) જેવા ઇનવિઝીબલ એડિક્શનમાંથી યુવાનોને બહાર લાવવા ’ઓપરેશન સંકલ્પ’ હેઠળ ’સંકલ્પ’ એપ્લિકેશન વિકસાવી લોંચ કરી છે, જેના માધ્યમથી વ્યસનીઓના રિહેબિ લિટેશનની કામગીરી કરવામાં આવે છે.
પોલીસ તંત્રના આંકડા મુજબ, સને 2026માં ગઉઙજ એક્ટ હેઠળ કુલ 35 કેસ નોંધાયા છે, જેમાં 01/01/2026થી શરૂૂ કરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ગછડ્ઢ ડ્રગ્સના 16 કેસમાં 46 આરોપીઓ પાસેથી 4,588 કોડેઇન બોટલ સહિત અન્ય ડ્રગ્સ જપ્ત કરાયું છે. નાર્કોટિક્સના દૂષણને જળમૂળથી ખતમ કરવા પોલીસે માઈક્રો પ્લાનિંગ કરીને સને 2020થી ચાલુ વર્ષ સુધી નોંધાયેલા કુલ 130 કેસના 277 આરોપીઓની યાદી તૈયાર કરી છે. જેલમાંથી છૂટેલા આરોપીઓ અને તેમની સાથે સંકળાયેલા શખ્સોની વર્તમાન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
