Site icon Gujarat Mirror

કાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી 12 જેટલી પવન ચક્કી માંથી કોઈ તસ્કરો આશરે 144 મીટર કોપરના અર્થિંગ વાયર ની ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરી ના બનાવ અંગે ખાનકી કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ રૂૂપિયા 86,400 ની કિંમત ના કોપરના અર્થિક કેબલની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિ.જે. જાદવ તપાસ ચલાવી રહ્યા છે.

સજા પામેલા 3 ફરાર આરોપી ઝડપાયા
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આશાપુરા સોસાયટીમાં રહેતા વિનોદ દામજીભાઈ મંગે કે જેની સામે ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવાઇ હતી, અને તેમાં તેને સજા પડી હતી. પરંતુ આરોપી અદાલત સમક્ષ હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો.

જેથી તેની સામે અદાલતે પક્કડ વોરંટ ઇસ્યુ કર્યું હતું, દરમિયાન જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે આરોપી વિનોદ મંગેને ઝડપી લીધો હતો, અને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને જેલમાં ધકેલી દેવાયો છે.
આ ઉપરાંત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રામશીભાઈ પરબતભાઈ કંડોરીયા તેમજ નવી જેલ પાસે રહેતા જીતેન્દ્ર લક્ષ્મણભાઈ પુરબીયા કે જે બંને સામે પણ ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી, અને બંનેને તેમાં સજા પડી છે.

જે આરોપીઓ ફરારી રહ્યા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા, અને અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરી દેવાયા છે.

Exit mobile version