કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામે 85 વર્ષીય હરિદાસ સાધુની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વોંધ ગામમાં આવેલી મુરલીધર દુકાન પાસે હરિદાસ સાધુ પર અજાણ્યા શખસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ વૃદ્ધને નિશાન બનાવી ગોળીબાર કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં હરિદાસના ભત્રીજા મુકેશ સાધુએ જ આ હુમલો કર્યો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
હત્યાની જાણ થતા જ ભચાઉ પોલીસનો કાફલો વોંધ બ્રિજ પાસે આવેલા ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક વસ્તુઓ મળી આવી હતી:
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. કૌટુંબિક ઝઘડો આટલી હદે વકર્યો કે 85 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી, તે બાબત હાલ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

