મોમાઇનગર મફતિયાપરાની ઘટના : ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢતા માથાના ભાગે ઇજા જોવા મળી
રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ નજીક સસ્લમ ક્વાર્ટર સામે મોમાઇનગર મફતીયાપરા શેરી નં. 3માં એકલા જ રહેતાં વૃધ્ધની લાશ તેના ઘરમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રાતે ઘરમાંથી ધૂમાડા નીકળતાં ભાડૂઆતે નજીકમાં જ રહેતાં વૃધ્ધના ભાણેજને જાણ કરતાં ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ઘરમાંથી વૃધ્ધ દાઝેલા મળ્યા હતાં અને માથામાં ઇજા પણ હતી. બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કંઇ? તે અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતાં મનસુખભાઇ આણંદજીભાઇ ટાંક (ઉ.વ.75) પોતાના ઘરમાં દાઝી જતાં મોત થયાની જાણ 108ના ઇએમટી કેતનભાઇએ કરતાં પોલીસ ક્ધટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ એલ. બી. ડીંડોર મારફત થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતના સ્ટાફે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર મનસુખભાઇ ટાંક એકલા જ રહેતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી છે જે સાસરે છે. મનસુખભાઇના ઘરથી થોડે જ આગળ તેમના ભાણેજ રાજેશભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે છે. રાજેશભાઇએ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે મારા મામા એકલા જ રહેતાં હતાં. અમે તેમને જમવાનું નાસ્તો પહોંચાડતાં હતાં. હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. રાતે સાડા દસેક વાગ્યે હું સુતો હતો ત્યારે ભાડુઆત તેજસભાઇએ મને કહ્યું હતું કે તમારા મામાના ઘરમાંથી ધૂમાડા નીકળે છે.
આથી હું તુરત મારા ઘરથી ત્રણ ઘર દુર આવેલા મામા મનસુખભાઇ ટાંકાના ઘરે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાઇટર આવ્યું હતું. તેણે અંદર જઇ જોતાં મારા મામા દાઝેલી હાલતમાં મળ્યા હતાં. તેમના માથામાં ઇજાના નિશાન પણ હતાં. અમે 108ને બોલાવતાં મામાને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. મામા મનસુખભાઇ એકલા જ રહેતાં હોઇ તેમણે કંટાળીને જાતે અગ્નિસ્નાન કર્યુ કે પછી અન્ય કંઇ થયું? તેની અમને ખબર નથી. જો કે ઘરમાંથી કોઇ ચીજવસ્તુ ગાયબ નથી. માથામાં ઇજાના નિશાન છે તે પડી જવાથી થયા કે કેમ? તે પણ અમને ખબર નથી. તપાસનીશ પીએસઆઇ આઇ. એ. બેલીમે જણાવ્યું હતું કે મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. આ બનાવને પગલે રૈયાધાર વિસ્તારમાં ચર્ચા જાગી છે. તસ્વીરમાં શંકાસ્પદ મૃત્યુ પામનાર મનસુખભાઇ આણંદજીભાઇ ટાંકનો નિષ્પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

