Site icon Gujarat Mirror

તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી

રાજકોટથી આવેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરી આવ્યા બાદ રાત્રે બન્યો બનાવ

શંકાસ્પદ બનાવની પોલીસે તપાસ શરૂ કરી, એફએસએલની મદદ લેવાઈ

ભાવનગર જિલ્લાના તળાજાના રામટેકરી રોડ પર રહેતા જીવનની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતી ની આજે તેમનાજ ઘરે થી પથારી મા સુતા હોય અને આગને કારણે દાઝી ગયા હોય તેવી નગ્ન હાલતે લાશો ને પોલીસે કબ્જે લીધી હતી.કાળ.એ આ ખેલ રાત્રે 11 વાગ્યા થી લઈ 2 વાગ્યા સુધી મેં ખેલ્યો છે.

જેની સૌપ્રથમ જાણ મૃતક દંપતી ના દીકરા ને થઈ હતી.એ સમયે તે મિત્રો સાથે ધારડી ખાતે હાઇવે પર આવેલ હોટલ પર ચા પીવા ગયો હતો. પોલીસે મોત નું સાચું કારણ જાણવા ભાવનગર પેનલ પી.એમ કરાવેલ છે.પોલીસે હાલ તો આગથી દાઝી જવાના કારણે દંપતી નું મૃત્યુ થયાનું નોંધી તપાસ હાથધરી છે.જોકે જે રીતે દંપતી ની લાશો પથારી ઉપર પડી હતી,સાથે રૂૂમ અને પથારી નું બારીકાઈ થી પોલીસે કરેલ નિરીક્ષણ ને લઈ આ ઘટના અનેક શંકાઓ ઉપજાવી રહી છે.

તળાજા ના ધનબાઈ મા ચોક ખાતે ગોપાલ વોચ અને દેવડી ચોક ખાતે ન્યુ ગોપાલ જવેલર્સ ના નામે વેપાર ધંધો કરતા સોની વૈઠા પરિવાર ના કિશોરભાઈ વેલજીભાઈ અને તેના પત્ની રેખાબેન કિશોરભાઈ ની અર્ધ સળગેલી લાશ રામટેકરી રોડપર આવેલ તેમના નિવાસસ્થાને થી પોલીસે રાત્રે આશરે 3.30 બાદ કબ્જે લીધી હતી.આ બનાવ ના પગલે આસપાસ ના રહીશો,હોમગાર્ડ, ફાયર અને પો. ઇ. વી.આર.ચાવડા પોલીસ સ્થાફ સાથે પહોંચી ગયા હતા.

પોલીસ ને મૃતક દંપતી ના પુત્ર વિમલભાઈ એ જણાવ્યું હતુ કે પોતે રાત્રે બે વાગ્યા આસપાસ ધારડી ગામે હાઇવે પર મિત્રો સાથે ચા પીવાહતા ત્યારે દીકરી નો ફોન આવેલ કે કશુંક બળે છે,ધુમાડો નીકળે છે ની વાશ આવેછે.
આથી તેઓએ ઘરે આવી ને જોતા પોતાના મમ્મી પપ્પા સળગેલી હાલતમા પથારી મૃત હાલતે જોવા મળ્યા હતા.આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી!.બનાવ બન્યો ત્યારે મૃતક દંપતી ની પુત્રવધુ અને પૌત્રી ઉપર ના માળે જ સુતાહતા.પોલીસે હાલ અકસ્માત એ મોત થયાનું નોંધી તપાસ હાથ ધરીછે.

ઉલ્લેખનીય છેકે મૃતક દંપતી નો પુત્ર વિમલ છેલ્લા ચાર-પાંચ વર્ષથી પત્ની અને દીકરી સાથે રાજકોટ સ્થાયી થયો હતો.એકજ દીકરો હતો.ત્યાં સોના ચાંદી ના શો રુમમા નોકરી કરતો હતો.છેલ્લા બે દિવસ થી તળાજા આવેલ અને માતા પિતાસાથે પોતાની કારમાં ધાર્મિક સ્થળોએ ફરી રહ્યા હતા.ગઈકાલે જ તેઓ સાળંગપુર ગયા હતા.રાત્રે અહીં ધાબે સૌ સાથે જમ્યા બાદ પરિવાર ને ઘરે મૂકી ને રાત્રે 10.45 આસપાસ મિત્રો સાથે બહાર ગયેલ હતો. સ્થળ નિરીક્ષણ દરમિયાન પોલીસ ને જોવા મળ્યું હતું કે જે પથારી મા(ગાદલા) મા આગ લાગેલ જોવા મળી રહી છે,દંપતી દાઝી ગયેલ છે,દેહપર વસ્ત્રો નથી તેની સાથે આગ માત્ર દંપતી સુતું છે ત્યાંજ છે,ગાદલા પર પાથરેલ ઓછાડ પૂરો સળગ્યો નથી. કિશોરભાઈ ના માથા નું ઓશીકુ પણ સળગેલ નથી. બાજુમાં બે મોબાઈલ પડ્યા છે મોબાઈલ ને જરાપણ આગને લઈ નુકશાન નથી. દીવાલો, લાદી, ફર્નિચર પર આગના ધૂમડા કે ડાઘા જોવા મળ્યા ન હતા.શોટ સર્કિટ ને કારણે આગ લાગી હોય તેવા પણ કોઈજ નિશાન ન હતા આવા અનેક કારણો દંપતી ના મોત ને ઘેરા રહસ્ય તરફ લઈ જાય છે ની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોત અને આગનું કારણ એક્સપર્ટ અભિપ્રાય બાદ: પો.ઇ.ચાવડા
સોની દંપતી ના મોત ને લઈ નગરમા અનેક તર્ક અને સવાલો સાથે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.મીડિયા કર્મીઓના આ ઘટનામાં શુ લાગે છે? પરિવાર મા મિલ્કત ને લઈ વિવાદ છે સહિતની વાતો જણાવતા અને જાણવા માંગતા હતા.કેટલાક લોકોએ તો ચહેરો જોવા માટે ફેસબુક પણ ખોલી નાખી હતી.વિમલ ના આઈ.ડી મા તેમના માતા પિતા નો ફોટો ક્યાંય જોવા મળ્યો ન હતો.દંપતી ના મૃત્યુ ને લઈ પો.ઇ. ચાવડા એ જણાવ્યું હતુ કે ભાવનગર પેનલ પી.એમ કરાવેલ છે.તબીબ ના અભિપ્રાય બાદ બંને ના મોત નું કારણ જાણવા મળશે.સાથે આગ લાગવા નું કારણ પણ એફ.એસ.એલ.અધિકારી દ્વારા સ્થળપર નું નિરીક્ષણ કરી અભિપ્રાય આપે બાદ જ ખબર પડશે.

આસપાસના રહીશીએ કહ્યું કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી!
સુતાબાદ આગની લપેટ મા આવી ને મોત ને ભેટ્યા હોવાના સામે આવેલ પ્રાથમિક દ્રશ્યો એ આસપાસ ના રહીશોમા પણ અનેક સવાલો સાથે ચકચાર જગાવી છે.બનાવ બન્યો એ ગીચ રહેણાંક વિસ્તાર છે.મોટેથી અવાજ પાડે તો પડોશીઓને ખબર પડે.આગની લપેટ મા આવે અને બે માંથી એકપણ વ્યક્તિ ચીસો ન પાડે તે કમ બને? તરફડીયા મારે,ગ્રાઉન્ડ ફ્લોરના જે રૂૂમમા સુતા હતા તેનુ બારણું પણ ખુલ્લું હતું. બે માંથી એક દોડી ને બહાર તો આવી શકેને?! તેમાનું કશુંજ બન્યું નથી.ઓછાડના ખૂણા પણ ગાદલામા ખોસેલ જોવા મળ્યો હતા.બે ભાન હાલત જેવી દશા મા હોય તો ઉપર જણાવ્યા મુજબ ની મુવમેન્ટ જોવા ન મળે તેવું પણ આ કેસમાં બન્યું નથી.

Exit mobile version