Site icon Gujarat Mirror

ગોંડલમાં ચાર બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોજર ફર્યા

ગોંડલ પોલીસે અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો એ કરેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી આકરી. કાર્યવાહી કરીછે.યોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા દારુનાં ધંધાર્થી ઈરફાન ઉર્ફે ઈફુ હસનભાઈ કટારીયાના રહેણાંક સ્થળોએ બાંધકામ તોડી પડાયા હતા.

રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક ગુંડા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગેરકાયદે કરેલ બાંધકામો અને સરકારી જમીનો પર કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.

બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઈ,PSI જે.એલ.ઝાલા તથા સિટી મામલતદાર દિપક ભટ્ટ ,ચીફ ઓફિસર વ્યાસ સહિતના સ્ટાફની ઉપસ્થિતમાં અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી તેમની મિલ્કતોની તપાસ કરેલી. જેમાં બુટલેગર ઈરફાન ઉર્ફે ઈફુ હસનભાઈ કટારીયા એ પોતાના રહેણાંક મકાનની બાજુમાં મકાન બનાવી સરકારી દબાણ કર્યું હતું.જેનો રિપોર્ટ થતા જ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ દબાણ દુર કર્યું હતું.ઉપરાંત ત્રણ મહીલા બુટલેગરો એ કરેલા દબાણ પણ તોડી પડાયા છે.

Exit mobile version