બિલ્ડિંગ પ્રોજેક્ટનું બ્રોશર ‘જાહેરાત’ નહીં, જવાબદારી છે: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રોજેક્ટના બ્રોશર અને પ્લાનમાં ગ્રાહકોને જે સુવિધાઓ અને વ્યવસ્થાના વચનો આપવામાં આવે છે, તેને બાદમાં…

સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રોજેક્ટના બ્રોશર અને પ્લાનમાં ગ્રાહકોને જે સુવિધાઓ અને વ્યવસ્થાના વચનો આપવામાં આવે છે, તેને બાદમાં માત્ર ‘માર્કેટિંગ’ કહીને ટાળી શકાય નહીં. બિલ્ડરે ગ્રાહકોને જે બતાવ્યું હોય અને જે વચન આપ્યું હોય, અંતિમ પ્રોજેક્ટમાં તે મુજબની વ્યવસ્થા હોવી જરૂૂરી છે.

આ ટકોર ગુરુગ્રામના સેક્ટર-82અમાં આવેલા DLF ઇંજ્ઞળય ઉયદયહજ્ઞાયતિના ‘The Primus’ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. આ કેસમાં પ્રોજેક્ટ પ્લાનમાં દર્શાવવામાં આવેલા 24 મીટર પહોળા રસ્તાને લઈને વિવાદ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે રસ્તાની વાસ્તવિક સ્થિતિ મૂળ પ્લાન અને બ્રોશરમાં દર્શાવવામાં આવેલી વ્યવસ્થા સાથે મેળ ખાતી નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે રસ્તામાં થયેલો ફેરફાર સામાન્ય કે નાનો નથી, પરંતુ નોંધપાત્ર છે. મૂળ પ્રોજેક્ટમાં આશરે 147 મીટર લાંબો 24 મીટર પહોળો રસ્તો દર્શાવવામાં આવ્યો હતો.

સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ રસ્તો મૂળ પ્લાન મુજબ સમગ્ર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો નથી. આશરે 52 મીટરનો ભાગ ગ્રીન એરિયા તરીકે વિકસાવવામાં આવ્યો છે. જ્યારે રસ્તાનો અન્ય ભાગ રહેવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું છે.

આ રીતે આયોજન કરાયેલા રસ્તાના લગભગ બે તૃતિયાંશ ભાગનો ઉપયોગ મૂળ હેતુ મુજબ થતો નથી. કોર્ટે સવાલ કર્યો કે પક્ષકારોને અનેક તક આપવામાં આવ્યા બાદ પણ આ સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં આવ્યો નથી.

‘The Primus’ પ્રોજેક્ટને DLF દ્વારા પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2012ની આસપાસના પ્રમોશનલ મટિરિયલમાં બે 24 મીટર પહોળા રસ્તા, બેન્ક્વેટ સુવિધા, ટેનિસ કોર્ટ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, કેટલાક ઘર ખરીદનારાઓએ બાદમાં આક્ષેપ કર્યો કે પ્રોજેક્ટમાં વચન આપવામાં આવેલી કેટલીક સુવિધાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે તફાવત છે.

આ મામલો પાંચ ઘર ખરીદનારાઓની ફરિયાદથી શરૂૂ થયો હતો. તેમણે નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. 29 મે, 2023ના રોજ ગઈઉછઈ એ આ મામલે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ઘર ખરીદનારાઓ અનેDLF Home Developers બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ફરિયાદકર્તાઓએ પ્રોજેક્ટ આસપાસની જમીન, રસ્તા, પાણી અને વીજળીની સુવિધા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ, DLFનું કહેવું છે કે જરૂૂરી પાણી, વીજળી અને અન્ય નિયમનકારી જરૂૂરિયાતો સાથે કબજો આપવાની ઓફર કરવામાં આવી હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટની સ્થિતિ અને કાયદાકીય જરૂૂરિયાતો વચ્ચે પ્રથમ નજરે મોટો તફાવત હોવાનું નોંધ્યું હતું. ત્યારબાદ કોર્ટે સીબીઆઇને હકીકતોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે. તે સમયે સુપ્રીમ કોર્ટ સીબીઆઇના અંતિમ રિપોર્ટની રાહ જોશે. સમગ્ર મામલામાં કોર્ટનું મુખ્ય ધ્યાન એ બાબત પર છે કે ઘર ખરીદનારાઓને વેચાણ સમયે જે વચનો અને સુવિધાઓ બતાવવામાં આવી હતી, તે ખરેખર અંતિમ પ્રોજેક્ટમાં આપવામાં આવી છે કે નહીં.