Site icon Gujarat Mirror

વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાત

પરિવારને ફસાવી દેવાની ધમકી આપતા ઝેરી ટીકડા ખાઇ જિંંદગી ટૂંકાવી: બે વોટ્સએપ નંબર સામે ગુનો નોંધાયો

સાયબર ફ્રોડ અને ડીજીટલ અરેસ્ટના બનાવોમાં અત્યાર સુધી રોકડ રકમ મેળવી અનેક લોકોને ખંખેરી લીધા હોવાના કિસ્સા જોવા મળે છે. ત્યારે આવો એક કિસ્સો વેરાવળ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં વેપારીની પત્ની ને વોટ્સ એપ મારફત કોલ કરી ઇન્કમ ટેક્સ અને પોલીસના નામે ભય બતાવી પૂરો પરિવાર ફસાઈ જશે તેવી ધમકી આપી બીવડાવી બ્લેકમેલ કરતા હોવાથી કંટાળી જઈ ઝેરી ટીકડા ખાઈ મોતને વહાલું કરી લેતા ચકચાર પ્રસરી ગઈ છે. આ મામલે પોલીસે બે વોટ્સએપ નંબર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલ મહિલા ને બે બાળકો હોય આ કરૂૂણ બનાવ બનતા સમાજ તથા શહેરમાં ભારે અરેરાટી વ્યાપી છે. પોલીસ દ્વારા પણ જણાવેલ કે, કોઈ પણ અજાણ્યા નંબર માંથી વોટ્સઅપમાં ફોન કરી બ્લેકમેઇલ કરતા હોય તેઓએ તાત્કાલિક પોલીસની મદદ લેવા અનુરોધ કરે છે.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળમાં રહેતા અને જમીન મકાન લે-વેચાણ નો વ્યવસાય કરતા અશોકભાઈ પ્રવિણચંદ્ર ચોલેરા ઉ.વ.41 એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, મારી પત્ની પુજાબેનના મોબાઇલ નંબર 92773 01301 મા વોટસપ-એપ નંબરમા મો.નં.- +92 341 6318501 અને +91 97842 94474 નંબ2 માંથી વોટસઅપ કોલ આવતા હોય જેના કારણે તે બે દિવસ પહેલાથી સતત ટેન્શન માં રહેતી હતી અને બરાબર જમતી ન હતી. દરમિયાન આ બંને નંબર માંથી પુજાબેન ને બે દિવસ દરમિયાન પાર્સલ મોકલવા બાબતે ઇન્કમ ટેક્સ અને પોલીસ ના નામે અમારો પુરો પરીવાર ફસાઈ જવાનો છે.

એવો ભય બતાવી એન કેન પ્રકારે હેરાન પરેશાન અને બ્લેક મેઇલ કરવા વોટ્સએપ એપ મા કોલ તથા મેસેજ મારફત રૂૂપિયાની માંગણી કરેલ જેના કારણે મારી પત્ની પુજાબેન પાસે કયુ આર કોડ ના ફોટા વોટ્સએપ મેસેજ કરી તેના મારફત રૂૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ ગુજારતા પુજાબેન પાસેથી જુદા-જુદા સમય દરમ્યાન પ્રથમ રૂૂા.2 હજાર ત્યારબાદ રૂૂા.2 હજાર અને રૂૂા.75 હજાર મળી કુલ રૂૂા.1 લાખ 15 હજાર ટ્રાન્સફર કરાવી લઇ સાયબર ફોડ કરેલ ત્યારબાદ પણ વધુ રૂૂપિયાની માંગણી કરી હેરાન પરેશાન કરતા મારી પત્ની પુજાબેન એ કંટાળી જઈ મરવા મજબુર થઇ તા.30-08-2025 ના ઘરે એકલી હતી તે સમયે પોતાની મેળે અનાજ માં નાખવાના સેલ્ફોસ ટીકડા ખાઈ લેતા મરણ થયેલ હોવાનું જણાવેલ છે.

બે દિવસ દરમિયાન પાર્સલ મોકલવા બાબતે ઈન્કમટેક્ષ અને પોલીસના નામે ઉપરોક્ત બંને વોટ્સએપ નંબર મારફત કોલ કરી રૂૂા.1 લાખ 15 હજારની સાયબર ફોડ કરી વધુ રૂૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરતા માનસિક ત્રાસ ગુજારી મરવા મજબૂર કરતા પુજાબેન એ કંટાળી જઈ ઝેરી ટીકડા ખાઈ મોતને વહાલું કરેલ છે. આ બનાવ અંગે પ્રથમ સાયબર હેલ્પ લાઈન નંબર 1930 ઉપર ફરીયાદ કરેલ જેના આધારે પોલીસે કલમ 108, 351(ર) મુજબ બે મોબાઇલ નંબરના વપરાશકર્તા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી શરૂૂ કરાયેલ છે.

Exit mobile version