આજથી બોક્સિંગ ડે પર શરૂૂ થયેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચમાં બોલરો છવાઈ ગયા હતા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એટક્ધિસન અને ટંગ ની કાતિલ બોલીંગ સામે ઓસ્ટ્રેલિયાના એક પછી એક દિગ્ગજ બેટ્સમેનો ધરાશયી થયા હતા અને ઓસ્ટ્રેલિયા ની મજબૂત ટીમ માત્ર 152 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ટેવિસ હેડ, લેબૂસેન અને સુકાની સ્ટીવ સ્મિત સસ્તામાં ઉડ્યા હતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કે જેમને ગયા મેચમાં સદી ફટકારી હતી. તો એલેક્સ કરી પણ 20 રન અને ઉસ્માન ખ્વાજા 29 રન કરીને આઉટ થઈ ગયા હતા. જોકે સાતમી વિકેટની ભાગીદારીમાં કેમરોન ગ્રીન અને માઇકલ નેસરે બાજી સંભાળી હતી અને 51 રન ની ભાગીદારી કરી હતી. જોકે કેમરોન ગ્રીન 17 રને રન આઉટ થયો હતો. આ લખાય છે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 152 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી.
જોકે ઇંગ્લેન્ડની ખુશી બહુ ઝાઝો સમય ટકી ન હતી અને ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 110 રનમાં ભેગી થઈ ગઈ હતી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્ક અને નિસેરની કાતિલ બોલીંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો પણ ફાવ્યા ન હતા. આમ પ્રથમ દિવસે જ 20 વિકેટનું પતન થયું હતું. પહેલા દાવના આધાર પર ઓસ્ટ્રેલિયા ને મહત્વની 42 રનની લીડ મળી હતી. દિવસ સમાપ્ત થયો ત્યારે ઓસ્ટ્રેલિયાએ બીજા ગામમાં વિના વિકેટે ચાર રન કર્યા છે. જે રીતે વિકેટ વર્તી રહી છે તે જોતા મેચ આવતીકાલે અથવા વધુમાં વધુ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે તેવું લાગી રહ્યું છે.

