બોટાદ ખનીજ માફિયાઓ બેફામ, ઓવરલોડેડ ડમ્પરના ચાલકે મામલતદારને મર્ડરની ધમકી આપી

બોટાદ-પાળીયાદ રોડ ઉપર એસ.ટી.ડેપો સામેથી પસાર થતાં પીળા કલરના ડમ્પરમાં ગેરકાયસેદર અને ઓવરલોડ કપચી ભરેલ હોવાનો શક પડતાં ડમ્પર ઊભું રખાવેલ અને એક અલ્ટો ગાડીના…

બોટાદ-પાળીયાદ રોડ ઉપર એસ.ટી.ડેપો સામેથી પસાર થતાં પીળા કલરના ડમ્પરમાં ગેરકાયસેદર અને ઓવરલોડ કપચી ભરેલ હોવાનો શક પડતાં ડમ્પર ઊભું રખાવેલ અને એક અલ્ટો ગાડીના ચાલક તે ડમ્પર લઈને નાસી જઈ બોટાદના સિટી મામલતદારની ફરજમાં રૂૂકાવટ કરી ધમકી આપ્યાની ડમ્પર ચાલક બે શખ્સો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત સર્કિટ હાઉસ ખાતે રહેતા અને બોટાદમાં સીટી મામલતદાર તરીકે ફરજ બજાવતા ફરીયાદી શૈલેષભાઈ દિનેશભાઈ બારૈયા (ઉ.વ.41) એ એકપીળા કલરના ડમ્પરના બે અજાણ્યા ચાલકો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.10 જુનના સાંજના સાતેક વાગ્યાના સુમારે ફરિયાદી શૈલેષભાઈ બારૈયા કચેરીનું કામકાજ પતાવીને સરકારી ગાડીમાં સર્કીટ હાઉસ તરફ જવા માટે નિકળેલ ત્યારે બોટાદ પાળીયાદ રોડ ઉપર એસ.ટી.ડેપો સામેથી પસાર થતા પીળા કલરના ડમ્પરમાં ગેરકાયદેસર અને ઓવરલોડ કપચી ભરેલ હોવાનો શક પડતાં તેને તાલુકા સેવા સદન આગળ આંતરી ઉભું રખાવી રોયલ્ટી અને કાંટા ચિઠ્ઠીની માંગણી કરતા તેના ચાલકે રોયલ્ટી અને કાંટા ચિઠ્ઠી ન હોવાનું જણાવતાં શૈલેષભાઈએ ડમ્પરમાં બેસીને તેના ચાલકને તેનું ડમ્પર તાલુકા સેવા સદનની અંદર લેવા જણાવેલ.

આ દરમિયાન ગાડીમાં આવેલ અજાણ્યા શખ્સે અલ્ટો ગાડી તાલુકા સેવા સદનના દરવાજે આડી મુકીને અડચણ ઉભી કરી ડ્રાયવર સીટ પર બેસી જઈ ડમ્પરને ભાવનગર સર્કલ તરફ પુરઝડપે હંકારી મુકી, ત્યાંથી ગઢડા રોડથી ભાંભણ રોડ પર લઈ જઈને ચાલુ ડમ્પરે હવે પછી મારા કોઈ ડમ્પર ઉભા રખાવશો તો હું તમને જોઈ લઈશ અને તમે અહીં નોકરી નહીં કરી શકો. એવી શૈલેષભાઈને ધમકી આપીને જાનનું જોખમ ઉભું કરી રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજમાં અડચણ કરીને ગુનો કર્યા અંગે સીટી મામલતદાર શૈલેષભાઈ બારૈયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુજબની ફરિયાદ નોંધાવલે છે.

ચેકિંગ દરમિયાન અલ્ટો કાર આડી મૂકી અડચણ ઉભી કરી ડ્રાઇવર ડમ્પર ભગાવી ગયો. બોટાદમાં સીટી મામલતદાર પર થયેલો હુમલો દર્શાવે છે કે, ખાણ-માફિયાઓ હવે કેટલા બેફામ બન્યા છે.
ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરતા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. સરકારી અધિકારીને ચાલુ ડમ્પરમાં બંધક બનાવી, અપહરણના અંદાજમાં ધમકી આપવી એ કાયદો-વ્યવસ્થા સામે મોટો પડકાર છે. પોલીસ આ મામલે કડક પગલાં ભરે તે જરૂૂરી છે.