Sports
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ટીમ ઈન્ડિયા કેનબરેમાં પિંક બોલથી પ્રેક્ટિસ કરશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં પિંક બોલથી રમાનારી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ત્યારે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ એડિલેડ પહેલા કેનબરા પહોંચી ગઈ છે. જેનો વીડિયો બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમનું એડિલેડ પહેલા કેનબરા પહોંચવાનું કારણ પિંક બોલ પ્રેક્ટિસ મેચ છે, જે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન ટીમ સામે રમવાની છે. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં રોહિત શર્મા સહિત અન્ય ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ 1 મિનિટના વીડિયોમાં વિરાટ કોહલી અને આર અશ્વિન જોવા મળી રહ્યા નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 6 નવેમ્બરથી રમાવાની છે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાવાની છે. એડિલેડમાં ટીમ ઈન્ડિયા પિંક બોલથી પ્રેક્ટિસ કરશે. પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમે 12 ડે નાઈટ ટેસ્ટ રમી છે, જેમાંથી કંગારૂૂઓ 11 મેચ જીતી ચૂક્યા છે.