ક્રાઇમ
કારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયો
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી
જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી પાડ્યો છે, અને એક શખ્સની અટકાયત કરી છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી, કે મૂળ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામનો વતની અને હાલ જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે મઇલો વારોતરિયા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી બાતમી ના આધારે દિગજામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન ઉપરોક્ત શખ્સ રાજકોટ પાસિંગ ની જી.જે. 03 એલ.જી. 3330 નંબરની કાર લઈને પસાર થતાં પોલીસે તેને આંતરી લીધી હતી, અને તલાસી લેતાં કારમાંથી 20 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી મળી આવી હતી.આથી પોલીસે રૂૂપિયા 8,000 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ, અને રૂૂપિયા બે લાખની કિંમતની કાર સહિતની માલમતા સાથે આરોપી મહેશ ઉર્ફે મઇલા વારોતરીયા ની અટકાયત કરી લીધી છે.