ગુજરાત

ગોંડલમાં વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને કાર નીચે કચડવાનો બૂટલેગરનો પ્રયાસ

Published

on

દારૂ ભરેલી કાર લઈ બૂટલેગર ફરાર, સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

ગોંડલમાં પાંજરાપોળ પાસે પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેક કરી રહેલી પોલીસે આટકોટ તરફ થી આવી રહેલી વિદેશી દારૂૂ ભરેલી કારને રોકવા જતાં કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય એક કારને ઠોકરે ચડાવી નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કોન્સ્ટેબલને ઠોકરે ચડાવનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે બુટલેગરની કારને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ગોંડલ માં ગોંડલી નદી પર આવેલા પાંજરાપોળના પુલ પર બાતમીના આધારે ગોંડલ શહેર એ-ડિવિઝન પોલીસ વોચ માં ઉભી હતી.


તે દરમિયાન ફોર્ચ્યુનર કાર ચાલક જે આટકોટ તરફથી ગોંડલ શહેરમાં પ્રવેશી રહ્યો હતો. ત્યારે કારચાલક પોલીસે કરેલી નાકાબંધીને જોઈ જતા પાંજરાપોળના પુલ પરથી જ ફોર્ચ્યુનર કારને ફિલ્મી ઢબે વળાંક વાળતાં કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા. જે બાદ પુલ પર અન્ય એક કારમાં અથડાવી નુકસાન કરી ફરી આટકોટ તરફ કારચાલક નાસી છૂટ્યો હતો.


બનાવ વેળા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થતાં ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને એ-ડિવિઝન પોલીસના પીઆઈ એ.સી.ડામોર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારચાલકની અલગ અલગ સીસીટીવી ફૂટેજ આધારીત શોધખોળ શરૂૂૂ કરી હતી. ગોંડલ-આટકોટ રોડ પર ધારેશ્વર ચોકડી નજીકથી ફોર્ચ્યુનર કાર ચાલકે કોઈ અજાણ્યાં ઇસમને રોડ પરથી બેસાડ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ દારૂૂૂના જથ્થા સાથે ની કાર કોની હતી ? કાર ચાલક કોણ હતો? તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version