શાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ( State Curriculum Framework) રજૂ કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ, નવા અભ્યાસક્રમ અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ નથી, ત્યારે આવા ફ્રેમવર્કનો વાસ્તવિક અર્થ શું રહે છે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (ગઈઋ) વર્ષ 2023માં જાહેર થઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે નવા અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ વ્યવસ્થાની તૈયારી માટે પૂરતો સમય હતો. તેમ છતાં આજે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્કના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્યપુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં શાળાઓ 6 જૂનથી શરૂૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે શાળા શરૂૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થઈ જવા જોઈએ જેથી પ્રથમ દિવસથી જ શિક્ષણકાર્ય નિયમિત રીતે શરૂૂ થઈ શકે. પરંતુ આજે શાળા શરૂૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ, વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

મારી પાસે ઉપલબ્ધ થયેલા પાઠ્યપુસ્તક વિતરણ સંબંધિત દસ્તાવેજો અને માહિતી અનુસાર તા. 16 જૂન, 2026 સુધી ધોરણ 9 થી 12ના પુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ કુલ 208 રૂૂટમાંથી માત્ર 15 રૂૂટમાં જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે 193 રૂૂટમાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યભરના 400થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે.

આ સમગ્ર સ્થિતિનો સૌથી વધુ ભોગ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અનુસૂચિત જાતિ (જઈ), અનુસૂચિત જનજાતિ (જઝ), આદિવાસી તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો પર આધાર રાખે છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પહોંચી રહી છે અને શિક્ષકો માટે પણ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે.

આ બાબતમાં વધુ ચિંતાજનક માહિતી પાઠ્યપુસ્તક મંડળના જાણકાર સૂત્રો તરફથી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિનામૂલ્યે વિતરણ કરવાના કેટલાક પુસ્તકોનું છાપકામ જ હજુ સુધી પૂર્ણ થયું નથી.
જો આ માહિતી સાચી હોય તો પ્રશ્ન માત્ર વિતરણમાં વિલંબનો નથી, પરંતુ સમગ્ર આયોજન, ખરીદી, છાપકામ અને વિતરણ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થાય છે.

મારી પાસે પાઠ્યપુસ્તક મંડળના આંતરિક દસ્તાવેજોની એવી વિગતો પણ ઉપલબ્ધ છે જે આ સમગ્ર મામલામાં ગંભીર બેદરકારી અને અનિયમિતતાની આશંકાને મજબૂત બનાવે છે.આ સમગ્ર મામલામાં માત્ર વહીવટી બેદરકારી જ નહીં પરંતુ મોટા પાયે અનિયમિતતા અથવા સંભવિત કૌભાંડની આશંકા પણ નકારી શકાય તેમ નથી.