ગુજરાત
બોગસ આર્બીટ્રેટર જજે ભાવનગરના પાણવી ગામે ખનીજ લીઝમાં ઓર્ડર ઝીંકી દીધો
કૌટુંબિક વિવાદમાં ચાલતી કંપનીની તકરારમાં બોગસ હુકમ કર્યો હતો
વલભીપુર તાલુકાના પાણવી ગામે એક બ્રાહ્મણ કુંટુ઼બમાં પાણવી ગામે ખાણ ખનીજ લીઝમાં ભાગીદારી અંગે કૌટુંબીક વિવાદ ઉભો થયો છે અને આ કૌટુંબિક ઝગડાની અંદર બની બેઠેલા બોગસ આરબીરેર્ટર જજ દ્વારા હુકમ થયો કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ વલભીપુર તાલુકાના પાણવી ગામે જલદીપ મિનરલ કંપનીના ભાગીદારો નયનભાઇ લખુભાઇ ભલાણી અને ગુજનાર સ્વ.દુર્ગાશંકર અંબાશંકર મહેતાના વારસદારો વચ્ચે જલદીપ મીનરલ કંપનીમાં વારસદારો ની નિમણુંકને લઇ તેમજ થયેલ ભાગીદાર કરાર મુજબની સમજુતી પ્રમાણે હયાત ન હોય તે ભાગીદારના વારસદારો ને માત્ર નફા પુરતા જ ભાગીદાર ગણવાના છે.
આ સમજુતી 1995 ની સાલમાં થયેલ કરાર મુજબનો ભંગ થયેલ હોવા મતલબની પોલીસ ફરીયાદ મુંબઇ ,401,પ્રિન્સ એપાર્ટમેન્ટ કારનીલો,ઘાટકોપર(વેસ્ટ) ખાતે રહેતા ઉષાબેન નરેન્દ્રભાઇ પંડીત તે ગુજનાર દુર્ગાશંકર અંબાશંકર મહેતાની દીકરી એ ગત તારીખ -2-06-2024 નાં રોજ નયનભાઇ લક્ષ્મીકાંત ઉર્ફે લખુભાઇ ભલાણી,ડો.લક્ષ્મીકાંત ઉર્ફે લખુભાઇ દુર્ગાશંકર મહેતા,પરેશ લક્ષ્મીકાંત ઉર્ફે લખુભાઇ દુર્ગાશંકર મહેતા,દોલુભા ઉર્ફૈ ડોન વિરસંગભાઇ ગોહિલ અને યુવરાજસિંહ ગંભિરસિંહ ગોહિલ વિરૂૂધ્ધ આ વિવાદાસ્પદ જલદીપ મીનરલ કંપનીની માલિકી અને ગેરકાયદેસર રીતે કબજો લેવા માટે બોગસ દસ્તાવેજો સરકારમાં રજુ કરેલ હોવાની પોલીસ ફરીયાદ નોંધાવેલ હતી.આ ફરીયાદ અન્વયે પોલીસ તમામ આરોપીઓ વિરૂૂધ્ધ કાર્યવાહી કરેલ છે.
ત્યારે આ પ્રકરણમાં ગાંધીનગર ખાતે બોગસ જજ આર્બીટેશન ડો.મોરીસ સેમ્યુલ ક્રિશ્ચન ની કોર્ટમાં પીટીશનર(અરજદાર) ઉષાબેન નરેન્દ્રભાઇ પંડીત દ્વારા ફાઇલ કરાયેલ આર્બીટેશન કેસ નં.155-2024 થી જલદીપ મીનરલ કંપની વિરૂૂધ્ધ દાખલ કરી હતી.આ કેસ સંર્દભે બોગસ બની બેઠેલા આર્બીટેશન જજ મોરીસ સેમ્યુલ ક્રિશ્ચન એ ગત તા.29-7-2024નાં પીટીશનરની તરફેણમાં ચુકાદો આપેલ છે અને ગાંધીનગર ખાતે ચાલી રહેલ તપાસ અને આરોપી બોગસ જજ એ આપેલ માહિતી મુજબ તેણે પાણવી ગામે આવેલ આ કંપની વિવાદમાં બોગસ હુકમ કરેલ છે.