Site icon Gujarat Mirror

સલમાન ખાન સાથે કામ કરનાર બોડી બિલ્ડર વરિન્દર ખુમાનનું નિધન

ધ હી-મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા હતા

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા અને બોડીબિલ્ડર વરિન્દર સિંહ ખુમાનનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.

વરિન્દર બાઈસેપ્સની ઈજા માટે નાના ઓપરેશન માટે અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં ગયા હતા. તે ઘરેથી એકલા જ ગયા હતા કારણ કે તે એક નાનું ઓપરેશન હતું, તે આજે પાછા ફરવાના હતા, પરંતુ અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. વરિન્દર સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3માં દેખાયો હતો. બધાએ તેની બોડીબિલ્ડિંગ કુશળતાની પ્રશંસા કરી. સલમાનના ચાહકો વરિન્દરના શરીરથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ફિલ્મ 2023 માં રિલીઝ થઈ હતી.

વરિન્દરએ સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. વરિન્દરે મિસ્ટર ઈન્ડિયા 2009 જીત્યો હતો. વધુમાં, તેમણે મિસ્ટર એશિયા ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે સ્થાન મેળવ્યું હતું. તેઓ ધ હી-મેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા હતા. વરિન્દરને અભિનયનો પણ શોખ હતો. વરિન્દર વિશ્વના પ્રથમ શાકાહારી વ્યાવસાયિક બોડીબિલ્ડર હતા. તેઓ ઈંઋઇઇ (ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ) પ્રો કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બોડીબિલ્ડર હતા.

Exit mobile version