Site icon Gujarat Mirror

ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

ગોંડલ નાં રેલ્વેસ્ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વૃધ્ધ ભિક્ષુક નો લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળી આવતા બીથડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી શંકાસ્પદ લાગતી ઘટના માં પડી જવાથી માથામાં ગંભીર ઇજાઓ ને કારણે મોત થયાંનાં અનુમાન સાથે પીઆઇ જે.પી.રાવે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રેલ્વેસ્ટેશન પાસે નાં બગીચાની ગોળાઇ પાસે વિરપુર રહેતા અને ગોંડલ રેલ્વેસ્ટેશન નજીક ભિક્ષાવૃતિ કરતા બળવંતગીરી બાબુગીરી ગૌસ્વામી ઉ.60 સવારે લોહીથી લથપથ મૃત હાલત માં મળી આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે પીઆઇ.રાવે જણાવ્યું કે બગીચા આસપાસ નાં સીસી ટીવી ફૂટેજ ચેક કરી બનાવ અંગે હાલ આકસ્મિક મોત દર્જ કરી તપાસ હાથ ધરીછે.

Exit mobile version