ગુજરાત

ધો.10 અને 12ની પરીક્ષા ફીમાં 5 ટકા વધારતું બોર્ડ

Published

on

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં સતત બીજા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 10 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ 5 ટકાનો વધારો કરાયો છે.ધોરણ-10ની પરીક્ષા ફીમાં રૂૂ. 15, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂૂ. 25 અને ધોરણ-12 સાયન્સની ફીમાં રૂૂ. 30નો વધારો કરવામાં આવ્યો છે. આમ, બે વર્ષમાં બોર્ડની પરીક્ષા ફીમાં 15 ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર કર્યું છે. જેમાં સતત બીજા વર્ષે પણ વધારો કરાયો છે. ધોરણ-10ની ફી રૂૂ. 390 રાખવામાં આવી હતી. જોકે, આ વર્ષે તેમાં વધારો કરી રૂૂ. 405 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-10ની ફીમાં રૂૂ. 15નો વધારો કરવામાં આવ્યો છે. જે 4 ટકા જેટલો થવા જાય છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂૂ. 540 રાખવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે વધારો કરી રૂૂ. 565 ફી નક્કી કરાઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂૂ. 25નો વધારો કરાયો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત ધોરણ-12 સાયન્સની ફી રૂૂ. 665 હતી, તેમાં વધારો કરીને રૂૂ. 695 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂૂ. 30નો વધારો કરાયો છે. જે લગભગ સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. આમ, ધોરણ-10 અને 12ની ફીમાં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે. ધોરણ-10ની નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂૂ. 405 રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂૂ. 150 નક્કી કરાઈ છે. જ્યારે બે વિષય માટે રૂૂ. 215, ત્રણ વિષય માટે રૂૂ. 275 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂૂ. 395 ફી નક્કી કરવામાં આવી છે.


આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂૂ. 160, બે વિષયની રૂૂ. 255, ત્રણ વિષયની ફી રૂૂ. 330 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂૂ. 565 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂૂ. 210, બે વિષયની ફી રૂૂ. 345, ત્રણ વિષયની ફી રૂૂ. 485 અને ત્રણ કરતા વધુ વિષયની ફી રૂૂ. 695 નક્કી કરવામાં આવી છે.


ધોરણ-10ની ફીમાં બે વર્ષમાં રૂૂ. 50નો વધારો થયો છે. 2023ની પરીક્ષા વખતે ધોરણ-10ની ફી રૂૂ. 355 હતી, જે ચાલુ વર્ષે વધીને રૂૂ. 405 થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફી 2023ની પરીક્ષા માટે રૂૂ. 490 હતી, જે વધીને ચાલુ વર્ષે 565 થઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ બે વર્ષમાં ફી રૂૂ. 75નો વધારો થયો છે. જ્યારે ધોરણ-12 સાયન્સની 2023ની ફી રૂૂ. 605 હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂૂ. 695 થઈ છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં બે વર્ષમાં રૂૂ. 90નો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version