Site icon Gujarat Mirror

BMW બનાવવામાં લોચો લાગ્યો ! ચાલુ ગાડી સળગી જાય છે; વિશ્ર્વભરમાંથી 5.75 ગાડી ખેચાશે

લક્ઝરી કાર બનાવતી જર્મન કંપની BMW એ હાલમાં એક મોટો સુરક્ષા રિકોલ જાહેર કર્યો છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેના કેટલાક લોકપ્રિય મોડેલોના એન્જિન સ્ટાર્ટરમાં ગંભીર ખામી હોઈ શકે છે, જે વાહનમાં આગ લાગવાનું કારણ બની શકે છે. આ નિર્ણયથી વિશ્વભરના અંદાજે 5,75,000 કાર માલિકો પ્રભાવિત થવાની શક્યતા છે.

BMW ના સત્તાવાર નિવેદન મુજબ, પ્રભાવિત વાહનોના એન્જિન સ્ટાર્ટરના ઇલેક્ટ્રોમેગ્નેટમાં સમય જતાં ઘસારો જોવા મળ્યો છે. આ ઘસારાને કારણે સ્ટાર્ટરમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. જ્યારે આ ખામી સર્જાય છે, ત્યારે એન્જિન વધુ પડતું ગરમ થઈ જાય છે. સૌથી ગંભીર ચિંતા એ છે કે આ સ્થિતિમાં ચાલતી કારમાં પણ આગ લાગવાનું જોખમ રહેલું છે.

આ રિકોલ મુખ્યત્વે જુલાઈ 2020 થી જુલાઈ 2022 વચ્ચે ઉત્પાદિત થયેલી કારોને લાગુ પડે છે. પ્રભાવિત મોડેલોમાં BMW ની પ્રીમિયમ શ્રેણી જેવી કે સેડાન સિરીઝમાં 2, 3, 4, 5 અને 7 સિરીઝ અને SUV અને સ્પોર્ટ્સ મોડેલ: X4, X5, X6 અને Z4 કુલ 16 અલગ-અલગ મોડેલોમાં આ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.કંપનીએ ગ્રાહકોની સુરક્ષા માટે કેટલીક સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને જે માલિકો ’રિમોટ સ્ટાર્ટ’ સુવિધાનો ઉપયોગ કરે છે, તેમણે કાર શરૂૂ કર્યા પછી તેને ધ્યાન વગર ન મૂકવી જોઈએ. BMW ટૂંક સમયમાં તમામ પ્રભાવિત માલિકોનો પત્ર દ્વારા સંપર્ક કરશે. આ તમામ વાહનોના ખામીયુક્ત સ્ટાર્ટર કંપનીના અધિકૃત સર્વિસ સેન્ટર પર મફતમાં બદલી આપવામાં આવશે.

Exit mobile version