Site icon Gujarat Mirror

ભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયા

તળાજા, સિહોર અને ગારિયાધાર પાલિકામાં ભગવો લહેરાયો, વિજેતાઓનું સરઘસ નીકળ્યું

ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સિહોર નગરપાલિકા ગારીયાધાર નગરપાલિકા અને તળાજા નગરપાલિકામાં ભાજપ એ સત્તા કબજે કરી છે. ભાવનગર નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી માટે વડવા બ વોર્ડ તથા પાંચ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઇ છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વડવા બોડની મતગણતરી એમીનીટી બિલ્ડીંગ રૂૂમ નંબર. 303 સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે યોજાઇ હતી.

ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં તળાજા નગરપાલિકાની સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી. શિહોર નગરપાલિકાની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. તેમજ ગારીયાધાર નગરપાલિકાની એમ.ડી પટેલ હાઇસ્કુલ ગારીયાધાર ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી. પાંચ તાલુકા પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં તળાજા તાલુકાના સરકારી વિનયન કોલેજ ખાતે તેમજ સિહોર તાલુકા પંચાયતની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે તેમજ ભાવનગર તાલુકા પંચાયતની મીટીંગ હોલ મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપના 18 ઉમેદવારો વિજય બન્યા છે જ્યારે કોંગ્રેસના 7 ઉમેદવારો વિજય બનતા ગારીયાધાર નગરપાલિકા ઉપર ફરી ભાજપ કબજો જમાવ્યો છે. વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સર્કસ નીકળ્યું હતું.

જ્યારે તળાજા નગરપાલિકા ની કુલ 28 બેઠકો માટે ભાજપ એ 17 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે જ્યારે કોંગ્રેસને 11 બેઠક ઉપર વિજય પ્રાપ્ત થયો છે. સિહોર નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપનો 25 બેઠકો ઉપર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ના 10 ઉમેદવારો વિજય બન્યા છે. જ્યારે એક અપક્ષનો પણ વિજય થયો છે. આમ ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર હિંમતભાઈ મેણીયા સામે 3,000 થી વધુ ની સરસાઈથી જીત મેળવી છે. વિજેતા ઉમેદવારનું ભાજપ દ્વારા ભવ્ય વિજય સર્કસ કાઢવામાં આવ્યું હતું.

Exit mobile version