ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ

તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ…

તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ

ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ અને આપ નો સફાયો કરી ભાજપે 24 બેઠક ઉપર વિજય પ્રાપ્ત કરતા નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની તમામ 44 બેઠકો પર ભગવો લહેરાયો છે.વિપક્ષ ને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળીનાં હોય નગરપાલિકા ફરી એકવાર વિપક્ષ વિહીન બની છે. આજે એમ.બી.કોલેજ ખાતે ગણતરી શરુ થતા શરુઆત થીજ ભાજપ આગળ દોડતો હોય ભગવો લહેરાયો હતો. મત ગણતરી કેન્દ્ર પર ઉમટી પડેલા ભાજપ નાં કાર્યકરોએ જ્વલંત વિજયને ફટાકડા ફોડી વધાવ્યો હતો. વોર્ડ નંબર-1,વોર્ડ નંબર-6,વોર્ડ નંબર-9 અને વોર્ડ નંબર-11 નાં તમામ તથા વોર્ડ નંબર-2 માં એક, વોર્ડ નંબર-7 માં બે અને વોર્ડ નંબર-10 માં 1 મળી કુલ 20 બેઠકો પર પહેલે થીજ ભાજપનાં ઉમેદવારો બીનહરીફ જાહેર થયા હતા. બાકી રહેતી 24 બેઠકો માટે મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરાતા તમામ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.

આમ વર્ષ 2021 ની ચુંટણીઓની માફક ભાજપે તમામ બેઠકો કબ્જે કરી કોંગ્રેસ અને આપ ફરી ઘરભેગા દિધા છે. તાલુકા પંચાયત ની મતગણતરી માં આંબરડી બેઠક પર ભાજપ વિજયી બની વિજયનાં શ્રીગણેશ કર્યા છે.બાકીની બેઠકો પર ભાજપ આગળ છે. ભાજપનાં મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં સહયોગી અશોકભાઈ પીપળીયા,પીન્ટુભાઇ ચુડાસમાનું માઇક્રો પ્લાનિંગ અને સંગઠનાત્મક વ્યુહરચના ને કારણે કોંગ્રેસ ને ઘોબી પછડાત આપી ભાજપ ને ભવ્ય વિજય અપાવવા માં સફળતા મળીછે.