Site icon Gujarat Mirror

પાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફ

પાટડી નગરપાલિકાની 18 બેઠકો અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખે આ પરિણામ આવ્યું હતું.

પાટડી નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થયા છે. આ જીત સાથે ચૂંટણી પહેલા જ પાટડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. દસાડા તાલુકા પંચાયતમાં સવલાસ, કઠાડા અને ખારાઘોડા-2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

પરિણામે, આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.સવલાસ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કિસ્મતભાઈએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા હતા. આગામી સમયમાં 5 જિલ્લા પંચાયત બેઠકો, 19 તાલુકા પંચાયત બેઠકો અને 6 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે. આ પ્રસંગે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, વિક્રમભાઈ રબારી, શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, પાટડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version