રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે જીતી શકે તેમ નથી: દેવેન્દ્ર ફડણવીસ
સૌથી વધુ બેઠકો મેળવવાનો દાવો પણ કર્યો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કબૂલ કર્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે જીતી શકે એમ નથી. ફડણવીસની આ વાતને લઇને અજિત પવાર અને એકનાથ શિંદે મનમાં મલકાઇ રહ્યાં છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબુલ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલે હાથે જીતી શકે એમ નથી. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ કોઇના સહકાર વગર એકલે હાથે સત્તા પર આવી શક્યો નથી. દેવેન્દ્ર ફડણવીસે જોકે, એવું કહ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠક મળશે. ફડણવિસે ના છૂટકે કબૂલ કરવું પડ્યું છે કે જમીની હકીકત સ્વિકારવી જ પડે. ફડણવિસના આ કબુલાતનામા પછી એકનાથ શિંદે અને અજિત પવાર મનમાં મલકાઇ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપ અત્યાર સુધી 146 ઉમેદવારોની યાદી જાહેર કરી ચુકી છે. ભાજપે પ્રથમ યાદીમાં 99,બીજી યાદીમાં 22 અને ત્રીજી યાદીમાં 25 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.