રાષ્ટ્રીય

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

Published

on

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સોપારી લેનારની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણા અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તે પકડાયો હતો. પોલીસે તેની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરી હતી. આરોપ છે કે તેણે સલમાનના ઘરની રેકી કરાવી હતી. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તેને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવા માંગે છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે પોલીસ બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રોની તપાસમાં વ્યસ્ત છે.

આ વર્ષે એપ્રિલમાં સલમાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેટલાક આરોપીઓ પણ ઝડપાયા હતા. ત્યાર બાદ જૂનમાં પોલીસે વધુ એક કેસ નોંધ્યો હતો. જેમાં પોલીસે દાવો કર્યો હતો કે સલમાન જ્યારે પનવેલ પાસે તેના ફાર્મ હાઉસ જઈ રહ્યો હતો ત્યારે તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, નબી મુંબઈ પોલીસે અભિનેતા સલમાનની હત્યાના કાવતરાના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના મોટા શૂટરની ધરપકડ કરી છે. તેનું નામ શૂટર સુખા કલુયા છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ કેટલાક આરોપીઓ ઝડપાઈ જતાં તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન બાતમી મળતાં પોલીસે હરિયાણાના પાણીપતમાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. કહેવાય છે કે તે એક હોટલમાં છુપાયો હતો.

આરોપી સુખાને મુંબઈ લાવવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા માંગે છે જેથી હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે.

પોલીસના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2024માં બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી આવાસની બહાર ફાયરિંગની ઘટના બાદ આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને બ્લેકમેલ કરવાની ધમકી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારની પાર્ટી NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version