ઉના ગીરગઢડા હાઈવે પર એક પરિવારની ખુશીઓને રોળતો અકસ્માત નો બનાવ બન્યો. પૂરપાટ આવતા મોત સમાન ટ્રકે બાઈકને પાછળથી હડફેટે લેતાં ઉનાના 47 વર્ષીય મોહનભાઈ ભગવાનભાઈ સોલંકીનો જીવ ટ્રક ના ટાયર નીચે કચડાઈ ગયો.આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. મોહનભાઈ સોલંકી રાત્રે પોતાના મિત્ર દુર્ગેશ રાણા સાથે બાઈક પર ગીરગઢડાથી ઉના પરત ફરી રહ્યા હતા.શહેરથી માત્ર 2કિલોમીટર દૂર પહોંચ્યા જ હશે ત્યાં પાછળથી બેફામ આવતા GJ-14-Z-8152 નંબરના ટ્રકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને મિત્રો રોડ પર ફંગોળાઈ ગયા.
કમનસીબે મોહનભાઈ ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતાં ઢસડાયા અને ગંભીર ઈજાઓ પામ્યા.લોહીના ખાબોચિયામાંતરફડતા મોહનભાઈને તાત્કાલિક ખાનગીહોસ્પિટલ ખસેડાયા, પરંતુ તબીબે તેમને તપાસીને મૃત જાહેરકરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. મોહનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેઉના સરકારી હોસ્પિટલમાં લવાતાં જ પરિવારજનો,સગા-સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનોના ટોળેટોળા ઉમટી પડ્યા. 47 વર્ષની ઉંમરે અકાળે મોત મળતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૌથી ઘૃણાસ્પદ વાત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક માનવતા નેવે મૂકી, ઘાયલને મદદકરવાનેબદલે ટ્રક મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
એક નિર્દોષનો જીવ લઈને ભાગી છૂટેલા આ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો
ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ટ્રક નં.GJ-14-Z-8152 કબજે કરી લીધો છે અને અકસ્માતના સ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવી ફરાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.મૃતકના પરિવારે આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. બેફામ ડ્રાઈવિંગે ફરી એક હસતું-રમતું ઘર વિખેરી નાખ્યું.તંત્ર આવા બેદરકાર ચાલકો સામે લાલ આંખ કરી કડક ઉદાહરણ બેસાડે તે જરૂૂરી બન્યું છે.

