Site icon Gujarat Mirror

મોરબી નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલક પ્રૌઢનું મોત

શહેરના કંડલા બાયપાસ રોડ પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને 57 વર્ષીય પૌઢ જતા હતા ત્યારે ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકર મારી હતી અકસ્માતમાં 57 વર્ષીય પૌઢને ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીની અનુપમ સોસાયટીમાં રહેતા યશ દીપકભાઈ ફૂલતરીયા (ઉ.વ.25) ટ્રક જીજે 03 બીવાય 1297 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટા બાપુ સુરેશભાઈ મગનભાઈ ફૂલતરીયા (ઉ.વ.57) વાળા ઇલેક્ટ્રિક મેગ્નસ સ્કૂટર જીજે 36 એડી 5404 લઈને કંડલા બાયપાસ રોડ પર કામધેનું પાર્ટી પ્લોટ પાસેથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી પછાડી દેતા માથાના ભાગે ટાયર આવી જતા માથું છુંદાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Exit mobile version