રાષ્ટ્રીય
બિહાર: પટનામાં મેટ્રોના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત,3 મજૂરોના મોત ,5 ઘાયલ
બિહારની રાજધાની પટનામાં સોમવારે રાત્રે મેટ્રોના નિર્માણ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન મેટ્રો ટનલમાં લોકો મશીનની બ્રેક ફેલ થવાને કારણે 3 કામદારોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ મજૂરો ઘાયલ થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટના પટનાના NIT ટર્ન પર રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના મશીનમાં ખરાબીના કારણે થઈ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.
લોકો મશીનની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો
દુર્ઘટના સમયે, કામદારો ટનલની અંદર કામ કરી રહ્યા હતા અને લોકો મશીન દ્વારા ટનલમાં માલસામાનની હેરફેર કરવામાં આવી રહી હતી. અચાનક લોકો મશીનની બ્રેક ફેલ થઈ ગઈ અને મશીન કામદારો પર દોડી ગયું. અકસ્માતમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય છ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH)માં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું
જ્યારે અન્ય એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ અન્ય પાંચ મજૂરોની સારવાર હજુ ચાલુ છે. આ અંગે પટનાના પીરબહોર પોલીસ સ્ટેશનના એસએચઓ અબ્દુલ હલીમે જણાવ્યું કે, ‘સોમવારે રાત્રે સુરંગમાં મશીનમાં ખરાબી આવવાથી બે મજૂરોના મોત થયા હતા. જ્યારે છ કામદારો ઘાયલ થયા હતા.