Site icon Gujarat Mirror

દિલ્હીના મુખ્યમંત્રીને અભિનંદન આપતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હીમાં લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપસ્થિત હતા.

Exit mobile version