ગુજરાત
ભુજ-નલિયા રેલવે પ્રોજેક્ટથી રોજગારી-વેપારની તકો વધશે
ભારતીય રેલવે એ દેશના બહુઆયામી વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓક્ટોબર, 2024ના રોજ ગુજરાતના અમરેલી ખાતે લાઠીમાં,આયોજિત એક કાર્યક્રમમાં અંદાજે 1100 કરોડ રૂૂપિયા ના ખર્ચનો ભુજ-નલિયા ગેજ રૂૂપાંતર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.
ભુજ-નલિયા ગેજ રૂૂપાંતર પરિયોજના 1094.37 કરોડના રૂૂપિયા ખર્ચે પૂર્ણ થઈ છે.આ ખંડ માં 24 મોટા અને 254 નાના પુલો સાથે 3 રોડ ઓવર બ્રિજ અને 30 રોડ અન્ડર બ્રિજનો સમાવેશ થાય છે. આ ખંડની પૂર્ણાહુતિ સાથે, ભુજ-નલિયા મીટરગેજ લાઇનને ભારતીય રેલ ની યુનિ-ગેજ નીતિ હેઠળ બ્રોડગેજ લાઇનમાં રૂૂપાંતરિત કરવામાં આવી છે.
આ ખંડ ને કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને બાકીના રેલ નેટવર્ક ની સાથે અવિરત બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી પૂરી પાડી છે. ભુજ-નલિયા રેલવે લાઇને પોર્ટ કનેક્ટિવિટી ને પણ વધાર્યું છે અને કચ્છ જિલ્લામાં પોર્ટ ના રસ્તે નિકાસ/આયાતને પ્રોત્સાહન આપ્યું છે. આ ક્ષેત્ર માં સિમેન્ટ ઉદ્યોગોને પણ મોટો વેગ મળ્યો છે અને આને કારણે મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનની સુવિધા પણ મળી છે. આ વિકાસો થી રોજગારીની વધુ તકો ઉભી થશે , જેનાથી આ ક્ષેત્ર ની પ્રદેશની સામાજિક-આર્થિક પ્રગતિમાં સુધારો થશે.