ગુજરાત

ભાવનગર તળાજા-મહુવા-દાઠાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Published

on


ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, તળાજા, મહુવા ગ્રામ્ય તથા દાઠા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂૂના ત્રણ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી રાજુભાઈ ઓઢાભાઈ બારૈયા રહે.બોરડા તા.તળાજા જી.ભાવનગરવાળા સફેદ તથા આછા લીલા કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરીને મહુવા ચોકડીએ ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી રાજુભાઈ ઓઢાભાઈ બારૈયા ઉ.વ.27 હાજર મળી આવતાં તેના વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ ને સોંપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version