Site icon Gujarat Mirror

ભારતી સિંહ-હર્ષ લિંબાચિયા બીજી વખત બનશે મમ્પી-પપ્પા

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા બીજી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે. આ દંપતીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા છે. ભારતી અને હર્ષે તેમના સોશ્યલ મીડિયા પર તેમની એક તસવીર શેર કરી છે જેમાં ભારતી બેબી-બમ્પ સાથે જોવા મળી રહી છે. આ તસવીર સાથે કેપ્શન લખવામાં આવી છે, અમે બીજી વખત પ્રેગ્નન્ટ છીએ.

41 વર્ષની ભારતીએ તેના પ્રેગ્નન્સીના સમાચાર આપતો એક ખાસ વ્લોગ પણ બનાવ્યો છે જેનું ટાઇટલ છે ગોલા મોટો ભાઈ બનવાનો છે. ભારતી હાલમાં તેના પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડમાં છે અને ત્યાંથી તેણે આ સારા સમાચાર શેર કર્યા છે.

Exit mobile version