ગેસના ટેન્કર પાછળ દૂધનું ટેન્કર અથડાતા ભારતમાલા હાઇવે બંધ કરાયો

ભારતમાલા હાઈ વે નંદેસરી ગામ પાસે દૂધના ટેન્કર અને એલપીજી ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. એલપીજી લીકેજ થયા બાદ કોઈ મોટો બનાવ ન બને…

ભારતમાલા હાઈ વે નંદેસરી ગામ પાસે દૂધના ટેન્કર અને એલપીજી ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. એલપીજી લીકેજ થયા બાદ કોઈ મોટો બનાવ ન બને તે માટે હાઈ વે બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસ લીકેજ બંધ થયાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને સુરક્ષાનું ક્લિયરન્સ મળ્યા પછી જ હાઈવે ફરી સામાન્ય વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

ગેસ લીકેજને પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતોે. વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા તકેદારી ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમને સ્ટેન્ડબાય રખાઈ ગેસ લીકેજને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

નંદેસરી નજીક ભારત માલા હાઈવે પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા દૂધના ટેન્કરે આગળ જઈ રહેલા એલપીજી ભરેલા ટેન્કરને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કર બાદ ગેસ ટેન્કરમાં ક્ષતિ થતાં હવામાં સફેદ ધુમાડા સાથે ગેસ લીકેજ થવા લાગ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક હાઈવે પર બંને તરફ બેરિકેડિંગ કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી.સુરક્ષાના કારણોસર હાઈવેને બપોરે ત્રણ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબો ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે મુખ્ય પોઈન્ટ્સ પરથી વાહનોને જૂના નેશનલ હાઈવે તેમજ વૈકલ્પિક આંતરિક રસ્તાઓ પર ડાયવર્ટ કર્યા છે.