નાઇટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ બહાર, જો રૂટને ઇંગ્લેન્ડની કમાન

યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની જીત કેપ્ટન બેન સ્ટોક્સ માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ જીત બાદ કેપ્ટન સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયો, જેના કારણે…

યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની જીત કેપ્ટન બેન સ્ટોક્સ માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ જીત બાદ કેપ્ટન સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયો, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બોલર ગસ એટકિંસનને પણ બહાર કરી દીધો છે. સોમવારે ટીમે મિડનાઇટ કર્ફ્યૂનો નિયમ તોડ્યો અને જીતનો જશ્ન મનાવવા લંડનની એક નાઇટક્લબમાં ગયા હતા. ક્લબમાં એટકિંગન અને સ્ટોક્સનો એક રગ્બી ખેલાડી સાથે વિવાદ થયો અને હવે બંનેને બહાર કરી દેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રગ્બી પ્લેયર ટોટોઆ ઔવાનો વિવાદ એટકિંસન સાથે થયો અને આ મુદ્દો ચર્ચામાં આવી ગયો. ઝફહસતાજ્ઞિિં ના રિપોર્ટ પ્રમાણે રગ્બી પ્લેયરે એટકિંસનને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને ટીમના સિક્યોરિટી ગાર્ડને વાગ્યો હતો. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે ગાર્ડને ટાંકા આવ્યા છે. પરંતુ તેના જવાબમાં સ્ટોક્સ અને એટકિંસને કંઈ કર્યું કે નહીં તે સ્પષ્ટ થયું નથી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ શરૂૂ કરી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં જો રૂૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વર્ષ 2022 બાદ કેપ્ટનશિપ છોડ્યા બાદ તે ફરી ટીમની કમાન સંભાળશે. હેરી બ્રૂક ટીમનો વાઇસ કેપ્ટન હતો, પરંતુ તેને ટીમની કમાન મળી નથી. બીજીતરફ આ વિવાદ બાદ તેમ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોક્સ નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.