રાષ્ટ્રીય
પ્રમોદ મહાજનની હત્યા પાછળમોટુ ષડયંત્ર: પુનમ મહાજન
પુન: તપાસ કરવા મહારાષ્ટ્રના ગૃહપ્રધાનને રજૂઆત
ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ પૂનમ મહાજને તેમના પિતા અને ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની હત્યા અંગે મોટો દાવો કયો છે. પૂનમ મહાજને તેના પિતાની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતાની હત્યાની તપાસ ફરી શરુ કરવા માંગ કરશે.
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પૂનમ મહાજનને મુંબઈના ઉત્તર મધ્ય લોકસભા મતવિસ્તારમાંથી ટિકિટની અપેક્ષા હતી પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. આ પછી તેઓ લાંબા સમય સુધી જાહેર પ્લેટફોર્મ પરથી ગાયબ રહ્યા. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યું દમિયાન પિતા પ્રમોદ મહાજનના નિધન અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રમોદ મહાજનની હત્યા પાછળ કોઈ ગુપ્ત ઈરાદો હોઈ શકે છે.
એક ઈન્ટરવ્યુમાં પૂનમ મહાજને કહ્યું હતું કે તેમના પિતાની હત્યા પાછળ એક કાવતરું હતું, જેનો પર્દાફાશ થવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસની તપાસ નવેસરથી શરૂૂ થવી જોઈએ.2006માં જ્યારે પ્રમોદ મહાજનની હત્યા કરવામાં આવી ત્યારે હું જાહેરમાં શંકા વ્યક્ત કરી શકી ન હતી, પરંતુ સમયે સમયે પિતાની હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી. હવે અમારી પાર્ટી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તા પર છે. તેથી અમે ફરી એકવાર આ મામલાની તપાસ કરવાની માંગ કરવા જઈ રહ્યા છીએ.
પૂનમ મહાજને કહ્યું છે કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મામલાની સંપૂર્ણ તપાસ કરીને સત્ય બહાર લાવવાની માંગ કરશે.